તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:બારડોલીમાં ફાયર સેફ્ટી વગરની ચાર શાળાના નળ અને ગટર જોડાણ કપાયા

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
બારડોલીની શાળામાં કાપવામાં આવી રહેલું નળ કનેક્શન - Divya Bhaskar
બારડોલીની શાળામાં કાપવામાં આવી રહેલું નળ કનેક્શન

બારડોલી નગરપાલિકા ઘણા સમયથી ફાયર સેફ્ટી લગાવવા માટે વારંવાર નોટિસો આપી હતી. તાજેતરમાં અપાયેલ નોટિસમાં શાળા, હોસ્પિટલ, હાઇરાઈઝ બિલ્ડીંગ સહિતને ફાયર સેફ્ટી ન લગાવાય તો આવી ઇમારતોના નળ તેમજ ગટર કનેક્શન કાપવા બાબતે 2 દિવસનો સમય આપ્યો હતો, પરંતુ આ બાબતે તકેદારી નહિ દાખવનાર 4 શાળાના ગટર અને નળ કનેક્શન કાપવામાં આવ્યા હતા.

બારડોલી પાલિકા અત્યાર સુધી માત્ર નોટિસ આપી પાણીમાં બેસી જતી હતી. પરંતુ તાજેતરમાં કડક વલણ અખત્યાર કર્યું છે. પાલિકાએ તાજેતરમાં આપેલી નોટિસમાં ફાયર સેફ્ટી લગાવવાની કાર્યવાહી કરવા બાબતે 2 દિવસનો સમય આપવામાં આવ્યો હતો. આ નોટિસ હોસ્પિટલો, શાળાઓ, હાઈરાઇઝ ઇમારતોને આપવામાં આવી હતી . સમય મર્યાદામાં ફાયર સુવિધા બાબતે કાર્યવાહી કરવામાં નહિ આવે તો નળ તેમજ ગટરના કનેક્શન કાપી નાખવા જણાવ્યું હતું.

બુધવારે પાલિકાના સીઓએ સૂચના આપતા પાલિકાના પાણી વિભાગ અને ગટર વિભાગની ટીમ નીકળી હતી. ફાયરની સુવિધા બાબતે કોઈ કાર્યવાહી નહિ કરેક વાત્સલ્ય ધામ સ્કૂલ, પુનિત હાઈસ્કૂલ, સેન્સેરીતે સ્કૂલ અને જે.એમ .પટેલ હાઈસ્કૂલના નળ અને ગટર કનેક્શન કાપવામાં આવ્યા હતા. વધુ ગુરુવારે ટીમ કાર્યરત બનશે.

અન્ય સમાચારો પણ છે...