તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બારડોલી પાલિકામાં 3 ટર્મ કારોબારી અધ્યક્ષ રહી ચૂકેલ ભાજપના રાજેશ કાયસ્થે 3 વોર્ડમાં દાવેદારી કરી હતી, પરંતુ ટીકીટ નહિ આપતા, આખર કમળ છોડીને શુક્રવારે પંજો અપનાવ્યો હતો. વોર્ડ નં.9માંથી શનિવારે ઉમેદવારી પત્ર ભરવાના હોવાનું જાણવા મળેલ છે. કોગ્રેસ માટે કદાવર ગણાતા ઉમેદવાર મળતા એક તરફ આનંદ તો, બીજી તરફ નક્કી થયેલ દાવેદારને ખસેડવા બાબતે મુંજવણ પણ અનુભવાય હતી. વોર્ડના અન્ય દાવેદાર કપાતા નારાજગી પણ ફેલાય રહી છે.
નગર કોંગ્રેસના પદાધિકારીઓ શુક્રવાર સાંજ સુધી વોર્ડમાં ટીકીટ મુદ્દે મથામણ ચાલુ રહ્યું હતું. મોડી સાંજે આખર યાદી જાહેર કરી હતી જેમાં પણ વોર્ડ નં 5માં 1 બેઠક, વોર્ડ નં.6માં 4 બેઠક અને વોર્ડ નં.9માં 2 બેઠકના 7 ઉમેદવારો હજુ નક્કી નહિ થતા પેન્ડિંગ રખાયા છે.
વોર્ડ નંબર 6ની 4 બેઠક તથા ડમી ઉમેદવારોના ફોર્મ આજે ભરાશે
બારડોલી નગરપાલિકાની 9 વોર્ડની ચૂંટણી માટે ભાજપ 8 વોર્ડની 32 બેઠક માટે ઉમેદવારીપત્ર ભરી દેવામાં આવ્યા હતા. પરંતુ વોર્ડ નં.6 ની 4 બેઠક માટે અને ડમીના શનિવારે ઉમેદવારીપત્ર ભરવામાં આવશે. જ્યાંરે કોંગ્રેસમાંથી 3 વોર્ડમાં 12 બેઠકમાંથી 8 ઉમેદવારીપત્ર ભરવામાં આવ્યા છે. જ્યારે બાકીના વોર્ડની બેઠક માટે શનિવારે ઉમેદવારીપત્રો ભરવાનું નક્કી કરાયું છે.
બારડોલી નગર પાલિકાના વિવિધ વોર્ડ મુજબ કોંગ્રેસના ઉમેદવારો
વોર્ડ નં. 1
1) નરેશભાઈ જયરામભાઈ પટેલ
2) દિલીપકુમાર રિદ્ધિકરણ શાહ
3) નયનાબહેન સુરેશભાઈ પરમાર
4) કલ્પનાબહેન કિશોરભાઈ સોની
વોર્ડ નં. 2
1) વિમળાબહેન પ્રવીણભાઈ સોલંકી
2) મિનાક્ષીબહેન દિનેશભાઈ પરમાર
3) મહેુલભાઈ અશોકભાઈ પંચાલ
4) ભાવેશ કનૈયાલાલ શાહ
વોર્ડ નં. 3
1) પટેલ ભૂપેન્દ્રભાઈ ઈશ્વરભાઈ
2) હરિશભાઈ ચમનભાઈ જોષી
3) ધર્મિષ્ઠાબહેન ચિરાગભાઈ
4) સરસ્વતીબહેન પ્રવીણચંદ્ર ઢોડિયા
વોર્ડ નં. 4
1) કિરણભાઈ રમણભાઈ પટેલ
2) સુશીલા એન. ઢીંમર
3) મિતેશ નવીનભાઈ નાઈ
4) કરૂલાબહેન રૂપેશભાઈ ચૌધરી
વોર્ડ નં. 5
1) નિખીલકુમાર રમેશભાઈ પટેલ
2) નિશાબહેન શશીભાઈ ભંડારી
3) જશુબહેન રાકેશભાઈ રાઠોડ
4) પેન્ડિંગ
વોર્ડ નં. 6
1) પેન્ડિંગ
2)પેન્ડિંગ
3) પેન્ડિંગ
4) પેન્ડિંગ
વોર્ડ નં. 7
1) રાકેશભાઈ નાનુભાઈ રાઠોડ
2)ગીતાબહેન ચેતનભાઈ રાઠોડ
3)પ્રવીણાબહેન સતિષભાઈ ઢીંમર
4) ધીરુભાઈ જીવણભાઈ પટેલ
વોર્ડ નં. 8
1) દાનાભાઈ ચોસલા
2) બીનાબેહન હેમંતભાઈ ભંડારી
3) લક્ષ્મીબેહન કાંતિલાલ વણકર
4) દિલીપભાઈ ગુરજીભાઈ રાઠોડ
વોર્ડ નં. 9
1) પટેલ સ્વાતીબહેન પિનલભાઈ
2) હંસાબહેન બુધિયાભાઈ રાઠોડ
3) પેન્ડિંગ
4) પેન્ડિંગ
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.