કૂતરાઓનો આતંક:બારડોલીમાં કૂતરાએ બાળક સહિત19 લોકોને બચકાં ભર્યા

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
બારડોલી નગરના ગાંધીરોડ વિસ્તારમાં કૂતરાએ 4 માસની બાળકીને પણ બચકા ભરતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઇ જવાઇ હતી. - Divya Bhaskar
બારડોલી નગરના ગાંધીરોડ વિસ્તારમાં કૂતરાએ 4 માસની બાળકીને પણ બચકા ભરતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઇ જવાઇ હતી.

બારડોલી નગરમાં મંગળવારના રોજ કૂતરાએ 19 જેટલા લોકોને બચકા ભરી લીધા હતા. નગરના હિદાયત નગર, અકક્ષાનગર, પાડોર ફળિયું, તેમજ સુરતીઝાપા વિસ્તાર સહિત ગાધીરોડ પર આવેલ અલગ અલગ સોસાયટીઓમાં કૂતરાએ આતંક મચાવ્યો હતો. મહિલા, યુવકો તેમજ વૃધ્ધો સહિત 4 માસની બાળકીને પણ કૂતરું કરડતા ફફડાટ ફેલાયો હતો. અને રખડાતા કૂતરા સામે કાર્યવાહની માગ ઉઠી હતી.

બારડોલી નગરમાં કૂતરાના આંતકના ભોગ બનેલા લોકો
હઝરાબીબી અબ્દુલ રસીદ મુલ્લા, ચિરાગ જયેશભાઈ હળપતિ, ફાતેમાં મજીદ પઠાણ, મુસાજી સુલેમાન પાંડોર, ઇસ્તિયાક હસીનુદ્દીન અન્સારી, ઝૂબર અબુબક્કર મુલ્લા, શરીફાબેન સલિમ શાહ, નિના રાહુલ, મમતા રાહુલ, ઝારીના અબ્દુલ, આરીફ ગુલામ, પ્રભાકર માધુસિંગ, પ્રિયાંક દિનેશ સોનવણે,જિમ્મી નવીન નાયકા, ફારૂક આરીફ લાખાણી, દિવ્યેશ કેતન રાઠોડ, નઝમાં યુનુસ સહિતના લોકોને કૂતરું કરડી ગયું હતું.

અન્ય સમાચારો પણ છે...