તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:બારડોલીમાં 6 દિવસમાં 67 ઢોર પકડી પાંજરાપોળ લઇ જવાયા

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હવે ગૌસેવા સમિતિ દ્વારા તમામની દેખરેખ રખાશે

બારડોલી નગરમાં રખડતા ઢોર પકડવા બાબતે પ્રાંત અધિકારીનું જાહેરનામું જાહેર કર્યા પછી, પાલિકાની મોડે મોડે હરકતમાં આવી છે. પાલિકાની ટીમ અને બારડોલી વિભાગ ગૌસેવા સમિતિ સંસ્થા મળી છેલ્લા 6 દિવસથી રાત્રી દરમિયાન ઢોર પકડવાનું કામ ચાલી રહ્યું છે. અત્યાર સુધી 67 જેટલા રખડતા ઢોરને પકડી માણેકપોર પાંજરાપોળ ખાતે લઈ જવામાં આવ્યા છે.

બારડોલી નગરમાં રખડતાઢોરથી ટ્રાફિક સમસ્યા તેમજ અકસ્માતના બનાવો પણ બનતા હતા. રાત્રિ દરમિયાન હાઇવે પર અકસ્માતમાં ગાયના મૃત્યુ પણ થયું છે. પ્રાંત અધિકારી વી. એન. રબારીએ રખડતા ઢોર બાબતે જાહેરનામું પણ બહાર પાડ્યું હતું. પાલિકાને રખડતા ઢોર પકડવા બાબતે સૂચના પણ આપવામાં આવી હતી. પરંતુ ગંભીરતા લેવામાં આવી ન હતી. માત્ર એક દિવસ પાલિકાની ટીમ નગરના મુખ્ય માર્ગ પર નીકળી હતી. ત્યારબાદ રખડતા ઢોર પકડવાનું બંધ થઈ ગયું હતું. પરંતુ હાઇવે પર ગાયોનું અકસ્માતમાં મોત થવાની ઘટનાથી ગૌપ્રેમીઓ દુઃખી થયા હતા.

આખર હાંકી કાઢેલા અને ખોડ ખાપણવાળા ઢોરને રાખી સેવા કરવાના આશય સાથે બારડોલી વિભાગ ગૌસેવા સમિતિએ બારડોલીના માણેકપોર ગામે પાંજરાપોળ શરૂ કર્યું છે. જેમાં બારડોલી નગરમાં રખડતા ઢોરને પકડી, ત્યાં રાખવાની સંસ્થાએ તૈયારી બતાવતા પાલિકાની ટીમ અને ગૌસેવા સમિતિ મળી 6 દિવસમાં જ 67 જેટલા રખડતા ઢોર પકડીને માણેકપોર પાંજરાપોળ ખાતે રાખવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...