તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:બારડોલીમાં વૃદ્ધને 3 યુવકો વાતમાં પાડી, 2 સોનાની વીંટી કઢાવી ગયા

બારડોલી14 દિવસ પહેલા
  • કૉપી લિંક

બારડોલી નગરના એક 75 વર્ષીય સિનિયર સિટીઝનને રસ્તામાં 3 અજાણ્યા યુવકો વાતમાં પાડ્યા હતા, જેથી વૃદ્ધને શંકા જતા હાથમાં પહેરેલ 2 સોનાની વીંટી ધીરેથી થેલીમાં મૂકી હતી. જે અજાણ્યા યુવકો કાઢી રિક્ષામાં બેસી ભાગી ગયા હતા.

બારડોલીની હનુમાનગલીમાં રહેતા 75 વર્ષીય સિનિયર સીટીઝન શ્રીમાળી મણિલાલ ગણેશભાઈ ગુરુવારના રોજ બપોરના 1:45 વાગ્યે નવાફળિયા ભંડારીવાડ નજીક આવેલ જૈન મેડીકલ પાસેથી પસાર થતો હતો, ત્યારે એક 30 વર્ષનો અજાણ્યો યુવક આવી, સિનિયર સિટીઝનને જણાવેલ કે અહીં નજીકમાં વૃદ્ધોને અનાજ વિતરણ કરવામાં આવે છે. જેથી સિનિયર સિટીઝને પોતે રીટાયર્ડ પેંશનર હોવાનું જણાવી, અને પોતે બીજાને મદદ માટે સેવા કરતા હોવાનું જણાવ્યું હતું. વાત કરતી વખતે વૃદ્ધ એક બંધ દુકાનના ઓટલા પર બેસી ગયા હતા.

આ સમયે બીજા 2 અજાણ્યા યુવકો આવ્યા હતા, અને બિસ્કિટ વહેંચતા હોવાનું જણાવ્યું હતું, 3 યુવકોની વાતમાં શંકા જતા તાત્કાલિક વૃદ્ધે ધીરેથી પોતાના હાથની આંગળીમાં પહેરેલ સોનાની 2 વીંટી ઉતારી પોતાની થેલીમાં મૂકી હતી. પરંતુ ત્યારબાદ 3 અજાણ્યા યુવકો થેલીમાંથી કઈ રીતે સોનાની વીંટી કાઢીએ ખબરે નહિ પડી. 3 યુવકો રિક્ષામાં બેસી જતા, તાત્કાલિક વૃદ્ધે થેલીમાં વીંટી જોતા ગાયબ હતી. અજાણ્યા યુવકોએ વૃદ્ધને વાતમાં પડી સોનાની 2 વીંટી સેરવી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...