તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દીપડો પાંજરે પુરાયો:બમરોલી ગામે પાંજરામાં મારણ મુકતા 45 મિનિટમાં દીપડો પુરાયો

બારડોલી11 દિવસ પહેલા
  • કૉપી લિંક

બારડોલી તાલુકાના બમરોલી ગામે ગતરોજ દીપડાએ એક વાછરડાનો શિકાર કર્યો હતો. ત્યારબાદ પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. આજે મરણ મુખ્યને 45 મિનિટમાં દીપડો પાંજરે પુરાયો હતો.સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ બારડોલી તાલુકાના બમરોલી ગામે દિનેશસિંહ નાટવારસિંહ બરસાડીયા પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે.

મંગળવારે બપોરે તેમના કોઢારમ બાંધેલ બે વાછરડા પર દીપડાએ હુમલો કર્યો હતો. જેમાં એકને વાછરડાને ફાડી કાઢ્યું હતું. જે અંગેની જાણ કરતા પાંજરું ગોઠવકામાં આવ્યું હતું . બુધવારે રાત્રે જીવદયા પ્રેમી જતીન રાઠોડને કરતા તમને સભ્યો દ્વારા 9.00 કલાકે પાંજરામાં મરણ તરીકે મરઘી ને મુકવામાં આવી હતી. મારણ ખાવાની લાલચમાં દીપડો 9.45 કલાકે પાંજરે પુરાયો હતો.

પાંજરું મુક્યુંને 45 મિનિટમાં જ 3 વર્ષીય દીપડો પાંજરે પુરાયો હતો. દીપડો પાંજરે પુરાયાની જાણ વનવિભાગને કરતા દીપડાનો કબ્જો લઇ સ્વાસ્થ્ય પરીક્ષણ કરી સુરક્ષિત જંગલમાં છોડવાની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...