હુમલો:બાબેન ગામે નજીવી વાતે પરિવારમાં ઝઘડો, ચપ્પુના ઘા મારતા યુવક ગંભીર

બારડોલી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવકે કરેલી ટિપ્પણીથી રોષે ભરાઇ હુમલો કરવામાં આવ્યો

બારડોલીના બાબેન ગામે રાજીવ નગરમાં નજીવી બાબતે થયેલ ઝગડામાં એક યુવકે આવેશમાં આવી પાલિકામાં કામ કરતા કામદારને પેટમાં ઉપરાછાપરી જીવલેણ ઘા કરી લોહી લુહાણ કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. બાબેન ગામે રાજીવનગર શબ્બીર ચા વાળાની ગલીમાં રહેતા દિપાબેન પાડવી મુળ ધુલીયા મહારાષ્ટ્રના વતની છે. તેમના પતિ 5 વર્ષ પહેલાં છોડી જતા તેઓ પિતા ખંડુભાઈ ઉત્તમભાઈ સાળવે, માતા સરલાબેન, ભાઈ શિવા અને સુનિલ સાથે રહે છે. સાથે કાકા કૈલાશભાઈના બીજા લગ્ન શર્મિલાબેન ગામીત સાથે થયા હતા અને શર્મિલાબેન તેના પ્રથમ પતિનો સંતાન વિક્કીને પણ સાથે લાવ્યા હતા. તા.12/11/2021ના રોજ દીપાલીબેન રાત્રીના નવેક વાગ્યે રસોઈ બનાવતી હતી, ત્યાર તેનો ભાઈ શિવા સાળવે આવ્યો હતો.

ઘરના દરવાજા પાસે વિક્કી રમેશભાઈ ગામીતને જોઈ, શિવાભાઈએ પોતાની બહેનને કહેવા લાગેલ કે તુ બધાને પાળે છે. આ વાત સાંભળી રોષે ભરાયેલો વિક્કીએ ગુસ્સે શિવા સાથે ઝપાઝપી કરી હતી અને ઘરમાંથી ચપ્પુ જેવુ હથિયાર લઈ આવી શિવા સાળવેની પેટના તથા છાતીના ભાગે ઉપરાછાપરી ઘા મારી લોહીલુહાણ કરી ભાગી ગયો હતો. શિવાને લોહી લુહાણ હાલતમાં બારડોલી સરદાર સ્મારક હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયેલા જ્યાં, પ્રાથમિક સારવાર કરી વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...