ક્રાઇમ:અંબોલી ગામમાં દરવાજાનો નકુચો તોડી દાગીના સહિત 85 હજારની મત્તાની ચોરી

બારડોલી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઘર માલિક પોતાનું ઘર બંધ કરી દીકરાના લગ્ન પ્રસંગે વતન એમપી ગયા હતા

કામરેજ તાલુકાના અંબોલી ગામે રહેતા એક પરિવારમાં લગ્ન નો પ્રસંગ હોય પરિવારના સદસ્યો ઘર બંધ કરી વતન મધ્યપ્રદેશ ગયા હતા. પાછળથી કોઈક અજાણ્યા તસ્કરોએ ઘરના દરવાજાએ વાસેલ નકુચો તોડીબેડરૂમમાં રહેલ કબાટમાંથી રોકડા 25,000 અને સોનાચાંદીના દાગીના મળી કુલ રૂ.85,000 ની મત્તા ચોરી કરી ગયા હોવાનો બનાવ નોંધાયો છે.3

કુલ 85,000ની મત્તા ચોરી કરી નાસી ગયા મળેલ વિગત મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની એવા પ્રહલાદસિંઘ સ્વરૂપસિંઘ રઘુવંશી અંબોલી ગામ નજીક હાઇવે પર આવેલ એક હોટલનું સંચાલન કરે છે. પ્રહલાદભાઇ દીકરાના ગત 28 મી જૂને લગ્ન લેવાયા હોવાથી પરિવારજનો ઘર બંધ કરી એમપીના રાયસન જિલ્લાના બરેલી ગામ ખાતે ગયા હતા અને લગ્નનો પ્રસંગ પૂર્ણ થયા બાદ પણ પરિવારજનો વતનમાં જ રોકાયા હતા. ગત પાંચમી જુલાઈએ વહેલી સવારે એમના પાડોશમાં રહેતા એક મહિલા મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા ત્યારે ઘરના દરવાજાનો નકુચો તૂટેલી સ્થિતિમાં જોવા મળતાં કંઈક અજુગતું બની ગયું હોવાનું લાગ્યું હતું એમણે અન્ય પાડોશીઓને વાત કરતા એઓ ભેગા થઇ તપાસ કરતા ઘરમાં ચોરી થઇ હોવાનું બહાર આવ્યું હતું. આ સંદર્ભે વતન ગયેલ પ્રહલાદસિંઘ ભાઈને જાણ કરવામાં આવી હતી એઓ અંબોલી દોડી આવ્યા હતા. ગુરુવારે સાંજથી શુક્રવારની વહેલી સવારના સમયગાળામાં કોઈક અજાણ્યા તસ્કરો દરવાજાનો નકુચો તોડી અને ફ્લેટની જાળીનું તાળું તોડી ઘરમાં દાખલ થયા હતા. તેમણે બેડરૂમમાં રહેલ લાકડાનો કબાટ ખોલી એમાં ધંધા માટે રાખવામાં આવેલ રોકડા 25,000 અને 60,000ની કિંમતના સોના ચાંદીના દાગીના મળી કુલ 85,000ની મત્તા ચોરી કરી નાસી ગયા હતા. આ સંદર્ભે કામરેજ પોલીસે અજાણ્યા તસ્કરોએ સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...