કાર્યવાહી:આંબોલીમાંં મોટાભાઇ સાથેનાં ઝઘડામાંં નાનાભાઈનેે ચપ્પુ માર્યુ

નવાગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • આવા સાથે શું કામ સંબંધ રાખે છે કહેવાની વાતે અદાવત

આંબોલી અસ્માલ કોમ્પલેક્ષ 03માં રહેતા જુમ્માશાહ બિસ્મીલ્લા શાહ ફકીર (35) આંબોલીનાંં દિનેશભાઇ ઓડની ઓફિસમાંં મહેતાજીની નોકરી કરે છે. 31મી ઓક્ટોબરે સાંજેે તેની માસીનાં દિકરાની ટેલરની દુકાને મોટાભાઇ રસુલ સાથેે બેઠા હતા. ત્યારેે મહંમદ ઉમર મહંમદ યુસુફ હાફેજીએ ત્યાં આવી રસુલનેે બપોરે મારી સાથે ઝઘડો કરતો હતો તેનું પુરુ નામ સરનામું આપ ત્યારેે રસુલે તે આંબોલીનો જીગો હોવાનું જણાવ્યું હતું. ત્યાારેે જુમ્મા શાહેે મહંમદ હાફેજી સામે જોતા તું ઓળખતો હોય તો તું જણાવ તેમ કહેતા જુમ્મા શાહે રસુલને આવા લોકો સાથે શું કામ સબંધ રાખે છે.

તેવું કહેતા તે ત્યાંથી ચાલ્યો ગયો હતો અને સાડા સાતેક વાગે જુમ્મા શાહ તેની બાઇક પર સપના નગરનાં ટર્નિંગ પર કાટીંગવાળાની દુકાન સામેથી પસાર થતો હતો ત્યારેે હાફેજીએ બાઇક રોકી મારી નાંખવાની વાત કરી હતી. તેની પાસે રહેલા ચપ્પૂ જેવા તીક્ષ્ણ સાધનથી પીઠનાંં ભાગે ઘા મારી ત્યાંથી ભાગી ગયો હતો. લોહી નીકળતાં જુમ્મા શાહ દિનબંધુ હોસ્પિટલ જઇ દાખલ થયો હતો. બાદમાં ફોનથી મોટાભાઇ રસુલને જાણ કરતા રસુલ હોસ્પિટલ પહોંચી ગયો હતો. બાદમાં આરોપી મહંમદ યુસુફ હાફેજી સામે પોલિસ મથકેે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...