રાહત:મે માસના 26 દિવસમાં એક્ટિવ કેસ 2257 ઘટતા, રિકવરી રેટ 11 ટકા વધ્યો

બારડોલી8 મહિનો પહેલા
  • કૉપી લિંક
એપ્રિલમાં હાઉસફૂલ માલિબા કોવિડ સેન્ટર હાલ 85 ટકા ખાલી - Divya Bhaskar
એપ્રિલમાં હાઉસફૂલ માલિબા કોવિડ સેન્ટર હાલ 85 ટકા ખાલી
  • સુરત જિલ્લામાં કોરોનાની સેકન્ડ વેવને લીધે એપ્રિલમાં રિકવરી રેટ ઘટીને 82 ટકા થઈ ગયો હતો જે ફરી મે માસમાં 93 ટકા પર પહોંચ્યો

સુરત જિલ્લામાં કોરોના સંક્રમણની બીજી લહેરે ભારે હાહાકાર મચાવ્યો હતો. એપ્રિલ માસમાં કોરોના સંક્રમણ ઉચ્ચ સપાટી રહ્યુ હતું. ત્યારે રિકવરી રેટ ઘટીને 82 ટકા પર પહોંચ્યો હતો. જે મે માસના 26 દિવસમાં 11 ટકા વધીને 93 ટકા પર પહોચ્યો છે.

સુરત જિલ્લો એપ્રિલ માસ માટે ભારે રહ્યો હતો. એપ્રિલ માસમાં 9687 કોરોના પોઝિટિવ કેસ નોધાયા હતાં. અને 56 લોકોના મોત નીપજ્યા હતાં. માર્ચ માસના અંતમાં રિકવરી રેટ 90.35 ટકા રહ્યો હતો. એપ્રિલ માસમાં આવેલી બીજી લહેરને કારણે ઘટીને 82.21 ટકા થઈ ગયો હતો. એપ્રિલ માસમાં મોટી સંખ્યામાં લોકો કોરોના સંક્રમીત થયા હતાં અને કોરોનાને કારણે મોતને પણ ભેટ્યા હતાં. આ દરમિયાન હોસ્પિટલો ફૂલ થઈ ગઈ હતી, ઓક્સિજનની ભારે અછત સર્જાય હતી. સ્મશાનોમાં પણ લાઈનો લાગતી હતી.

એપ્રિલ માસમાં રિકવરી રેટ 8.14 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જે મે માસની શરૂઆતમાં કોરોના સંક્રમણ ઘટવા લાગ્યું હતું. પોઝિટિવ કરતાં નેગેટિવ દર્દીની સંખ્યામાં વધારો નોંધાયો હતો. જેના કારણે રિકવરી રેટમાં સુધારો જોવા મળ્યો હતો. એપ્રિલ માસના અંતમાં રિકવરી રેટ 82.21 ટકા રહ્યો હતો. મે માસના 26 દિવસમાં 30880 દર્દીઓ છે જેની સામે 28733ઓને ડિસ્ચાર્જ કરવામાં આવતાં રિકવરી રેટ 93.04 ટકા પર પહોંચ્યો છે. માત્ર 26 દિવસમાં 11 ટકાનો નોંધાપાત્ર વધારો જોવા મળ્યો છે. હવે સ્થિતિ સુધારા પર હોવાથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

4000 સુધી પહોંચેલા એક્ટિવ કેસ હાલ ઘટીને 1694 થયા
સુરત જિલ્લામાં બીજી લહેરમાં મોટી સંખ્યામાં લોકો સંક્રમીત થયા હતાં. આ દરમિયાન હોસ્પિટલો પણ ફૂલ થઈ ગઈ હતી. મે માસમાં સંક્રમણ ઘટતાની સાથે રિકવરી દર્દીની સંખ્યામાં વધારો નોંધાયો હતો. 1 મેના રોજ 3951 દર્દીઓ સારવાર હેઠળ હતાં. જે 26 દિવસ બાદ ઘટીને 1694 થઈ ગયા હતાં. 26 દિવસમાં 2257 એક્ટીવ દર્દી ઘટ્યા છે.

અન્ય સમાચારો પણ છે...