પરિણામ:2020માં 100 % પરિણામવાળી સુરતની 38 શાળા હતી, આ વખતે ઘટીને 14 થઇ

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ધો. 10માં સુરત કેન્દ્રનું 75.64 અને તાપીનું 56.82 ટકા રિઝલ્ટ

સોમવારે ધોરણ 10 બોર્ડનું સુરત કેન્દ્રનું પરિણામ 75.64 ટકા આવ્યું છે. જ્યારે તાપી કેન્દ્રનું 56.82 ટકા પરિણામ આવ્યું હતું. સુરતના બોર્ડમાં કુલ 79730 વિદ્યાર્થીઓએ, જયારે તાપીના 79984 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. સુરત જિલ્લામાં સૌથી વધુ સરભોણ કેન્દ્રનું 86.53 ટકા, અને તાપી જિલ્લામાં ઘાટા કેન્દ્રનું 76.32 ટકા નોંધાયું છે. જ્યારે સૌથી ઓછું સુરત જિલ્લાનું ઝંખવાવ કેન્દ્રનું 49.57 ટકા, અને તાપી જિલ્લાનું ડોલરા કેન્દ્રનું 36.82 ટકા નોંધાયું છે.

સુરત કેન્દ્રમાં A1 ગ્રેડમાં 2532, A2 ગ્રેડમાં 9274 વિદ્યાર્થીઓ આવ્યા છે. જ્યારે તાપી કેન્દ્રમાં A1 ગ્રેડમાં 40, A2 ગ્રેડમાં 244 વિદ્યાથીઓ આવ્યા છે. ગત 2020નું બોર્ડનું પરિણામની સરખામણીમાં સુરત કેન્દ્રની 100 ટકા પરિણામમાં 24 શાળાઓમાં ઘટાડો થયો છે. અગાઉ 38 શાળામાં સો ટકા પરિણામ આવ્યું હતું, પરંતુ હાલ 14 શાળામાં જ સો ટકા પરિણામ આવ્યું છે.

જિલ્લામાં 3 શાળાનું પરિણામ ઝીરો ટકા આવ્યું છે. વર્ષ 2020માં 2 શાળાનું પરિણામ ઝીરો ટકા હતું, એક શાળાનો વધારો થયો છે.જ્યારે તાપી કેન્દ્રમાં 100 ટકા પરિણામવાળી 2 શાળામાં વધારો થયો છે. વર્ષ 2020માં 2 શાળાનું પરિણામ સો ટકા હતું, જેની સામે આ વખત 4 શાળાનું પરિણામ સો ટકા આવ્યું છે.

સુરત જિલ્લામાં A1 ગ્રેડ પ્રાપ્ત કરનારા વિવિધ શાળાના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ
પરી ચૌધરી બાબેન હાઇસ્કૂલ, હેત સિદ્ધપુરિયા​​​​​ બાબેન હાઇસ્કૂલ, આયુષી લાડ વામદોત સ્કૂલ, સામરા સ્નેહા વામદોત સ્કૂલ, આયુષ પટેલ બાબેન હાઇસ્કૂલ, ડિમ્પલ સોની સરભોણ હાઇસ્કૂલ, દ્રષ્ટિ પટેલ મોતા હાઇસ્કૂલ, વિક્તી મળવી મોતા હાઇસ્કૂલ.

તાપી જિલ્લામાં પ્રથમ ત્રણ ક્રમે આવેલા છાત્ર

  • સર્વચના વસાવા - પ્રથમ ક્રમ
  • નિષ્ઠા મોદી - બીજો ક્રમ
  • આર્જવ બીરારી - ત્રીજો ક્રમ

સુરત તાપી જિલ્લાના કેન્દ્રોનું પરિણામ અને 2020ની સરખામણીમાં તફાવત

કેન્દ્રકુલહાજરઉત્તીર્ણ20222020તફાવત
ઓલપાડ75574648765.2859.55.75
બારડોલી20232204146066.2465.360.89
કઠોર1131112074566.5254.9711.54
કોસંબા98797562564.154.1110
માંડવી92491951556.0449.386.66
મહુવા527151540878.2279.84-0.62
સાયણ58157535461.5759.212.36
ગંગાધરા4924902946052.967.04
મઢી25525116364.9456.398.55
વાંકલ82781364779.5889.65-10.07
અનાવલ32332321365.9467.03-1.09
કીમ1168116480969.565.334.17
ચલથાણ1269125987869.7464.335.41
પલસાણા51351229557.0363.35-6.32
ગોડસંબા38238231381.9480.611.33
કામરેજ32443234263681.5176.614.9
કરચેલિયા54954540273.7666.866.9
કડોદ34932517152.6242.79.91
ઉંમરપાડા101399073574.2479.96-5.51
ઝંખવાવ47746623149.5766.33-16.76
સેગવાછામા31531523373.9777.2-3.23
સરભોણ59857950186.5385.291.24
અરેઠ48848237277.1884.02-6.85
માંગરોળ67967048271.9488.46-16.52
ગામતળાવ21420814971.6363.877.76
વલવાડા32232223372.3677.46-5.1
ઓરણા26024921084.34--

​​​​​​​તાપી જિલ્લાના વિવિધ ક્રેન્દ્રો મુજબ ધોરણ 10નું પરિણામ અને વધઘટ

સોનગઢ1179116570460.4365.73-2.3
વાલોડ40540217042.2936.076.22
વ્યારા18011787111462.3450.0712.27
નિઝર38837811329.8966.35-36.45
કપુરા24322813157.4642.5314.93
ઉકાઈ50950128857.4956.361.12
બુહારી403242123656.0623.1332.92
ઉચ્છલ51650335370.1870.48-0.03
બાજીપુરા52151828955.7949.95.89
ઘાટા32632124576.2520.1556.17
કુકરમુંડા34032413641.9836.295.69
મોહની1781776737.8545.12-7.26
ઉખલદા2392389037.8238.69-0.87
ડોલવણ44443441672.8156.5819.23
ખોડદા23122313962.3344.3617.97
ડોલારા31828810636.81----

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...