સામી દિવાળીએ મોંઘવારીનો માર:સુરત જિલ્લામાં પેટ્રોલ 100ને પાર થતાં લોકોના બજેટ પર અસર

બારડોલી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સીએનજીના ભાવમાં પણ ઉછાળો

સુરત જિલ્લામાં પણ પેટ્રોલના ભાવ 100 ને પાર થયા છે. સાથે જ ડિઝલના ભાવમા પણ વધારો થતાં મધ્યમ વર્ગને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. પેટ્રોલ, ડીઝલ સી.એન.જી સહિત રાંધણ ગેસના ભાવમાં પણ સતત વધારો થતાં સામાન્ય માણસના બેજેટને સીધી અસર થતાં લોકોની આર્થિક સ્થિતિ ખોરવાય છે.

જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના લોકોના જણાવ્યા મુજબ હાલ દિવાળીનો તહેવાર નજીક છે ત્યારે પેટ્રોલ ડિઝલના ભાવોમાં સતત વધારો નોંધાતા જીવન જરૂરિયાતની દરેક ચીજ વસ્તુઓ મોઘી થવાની સકયતા સેવાઇ રહી છે. પેટ્રોલ ડિઝલના ભાવો વધવાથી સ્વાભાવિક રીતે દરેક વસ્તુઓના ટ્રાન્સપોટેશન ખર્ચમાં વધારો થવાથી દિવાળી માટે બજેટ બનાવી બેસેલા લોકોને ખરીદીમાં પણ કાપ મૂકવો પડે એમ હાલ લાગી રહ્યું છે. સરકાર વહેલી તકે ભાવ નિયંત્રણમાં લાવે અને લોકોને પડતી હાલાકી દૂર કરે એવી લોક માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...