તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્ષેપ:જિલ્લામાં ગેરકાયદે ચાલતો બાયો ડિઝલનો વેપલો

બારડોલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાયોડિઝલના નામે હલકું ઈંધણ હોવાનો આક્ષેપ

સુરત જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી બેરોક ટોક પણે ગેરકાયદે કોઈ પણ મંજૂરી કે એનઓસી વિના ધમધમી રહેલા બાયો ડિઝલના વેપાર બાબતે યોગ્ય તપાસ કરી જવાબદારો સામે પગલાં ભરવા માજી જિલ્લા પંચાયત સભ્ય દર્શનભાઈ નાયકે મુખ્ય મંત્રી સહિત જિલ્લા કલેક્ટર જિલ્લા પોલીસવડા, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તેમજ પેટ્રોલયમ મંત્રાલયને પત્ર લખી તપાસની માંગ કરી જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવા પત્ર લખી રજૂઆત કરી છે.

જિલ્લા પંચાયત સભ્ય દર્શનભાઈ નાયકે કરેલી રજૂઆતમાં જણાવ્યા મુજબ બાયો ડીઝલના વેચાણમાં કોઈ પણ બિલ આપવામાં આવતા નથી જેથી સરકારને લાખો રૂપિયાના ટેક્સનું નુકશાન થાય છે. હાલ ડિઝલના ભાવમાં વધારો થતાં તકનો લાભ લઈ હાઇવે પર બાયોડિઝલના નામે હલકી કક્ષાના ઈંધણનો વેપાર થઈ રહ્યો છે જેને લઈ પર્યાવરણને પણ મોટા પ્રમાણમાં નુકશાન થઈ રહ્યું છે.

તેવા સંજોગોમાં સુરત જિલ્લામાં થતો આ ગેરકાયદે વેપાર બાબતે યોગ્ય તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી સહિત સ્થાનિક વહીવટી તંત્રને રજૂઆત કરી જવાબદારો સામે પગલાં લેવા માંગ કરવામાં આવી છે.હાલમાં ગેરકાયદે અનેક લોકો બાયોડિઝલ વેચનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...