કામરેજ તાલુકાના કઠોર ગામે રહેતાં એક રત્ન કલાકાર યુવકે મિત્ર પાસે ધંધા અર્થે 6 લાખ ની રકમ હાથ ઉછીના લીધી હતી.જો કે એ સમય દરમિયાન કોરોના ના કારણે લોક ડાઉન લાગુ પડી ગયું હતું અને યુવક નો ધંધો પડી ભાંગ્યો હતો જેથી તે નાણાં ચૂકવી શક્યો ન હતો.આ અંગે ઉછીના આપનાર મિત્ર અને અન્ય યુવકે રત્ન કલાકાર અને તેની પત્ની સાથે ગાળા ગાળી કરી જાન થી મારી નાખવાની ધમકી આપતાં મામલો પોલીસ માં પહોંચ્યો હતો.
કામરેજ તાલુકાના કઠોર ગામે આવેલ શિવ આસ્થા સોસાયટી રહેતાં રાજેશ વલ્લભભાઈ સવાણી ત્રણ વર્ષ પહેલાં ધ્રુવ પેલેસ એપાર્ટમેન્ટ,ડભોલી રોડ કતારગામ સુરત ખાતે રહેતાં હતાં ત્યારે એ જ સ્થળે રહેતાં અલ્પેશ અમરસિંહ સવાણી સાથે મિત્રતા બંધાઈ હતી.રાજેશ ભાઈ ની આર્થિક સ્થિતિ નબળી હોવાથી તેમણે ધંધા માટે અલ્પેશ સવાણી પાસે ઉછીના રૂપિયા માંગતા અલ્પેશ ભાઈ એ જે તે સમયે 6 લાખ રૂપિયા ની માતબર રકમ રાજેશભાઈ ને આપી હતી.
જો કે તે સમયે કોરોના ના કારણે રાજેશભાઈ નો ધંધો પડી ભાંગતા તેઓ આર્થિક રીતે ઘણી મુશ્કેલીમાં આવી ગયા હતાં અને મિત્ર પાસે ઉછીની લીધેલી રોકડ રકમ પરત આપી શક્યા ન હતાં.એપાર્ટમેન્ટમાં સાથે રહેતાં અલ્પેશભાઈ એ ઉછીની આપેલ રકમની અવાર નવાર ઉઘરાણી કરતાં તેઓ વતન રહેવા ચાલ્યા ગયા હતા.
ગત થોડા સમય પહેલાં કઠોર ની શિવ આસ્થા સોસાયટી માં ભાડે રહેવા આવ્યા હતાં. આ અંગે ની જાણ અલ્પેશ ભાઈને થતાં તેઓ ગત 23/12/22 ના રોજ રાત્રી ના સમયે ચિરાગભાઈ ભાદાણી સાથે આવ્યાં હતાં. અને ઘરમાં હાજર રાજેશભાઈ ની પત્ની ને કહ્યું કે તું હવે રાજેશ ની રાહ ન જોતી તે હવે ઘરે નથી આવવા નો.તે અમારા પૈસા 10 % વ્યાજ સાથે પાછા ન આપે તો તેને અમે જીવતો ન રહેવા દઈએ એવી ધમકી આપી બાદ માં તેઓ ચાલી ગયાં હતાં. જે અંગે કામરેજ પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.