કોરોના ઇફેક્ટ:લસકાણાના યુવકને શ્વાસ લેવામાં તકલીફ જણાતાં સેમ્પલ લેવાયાં તો રિપોર્ટ પોઝિટિવ

નવાગામ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં અત્યાર સુધી કરાયેલા 8894 ટેસ્ટીંગમાં 87 પોઝિટિવ કેસ મળ્યા
  • સુરત જિલ્લામાં આજે વધુ 5 દર્દીઓ સ્વસ્થ થયા હોવાથી ડિસ્ચાર્જ કરાયા

કામરેજ તાલુકાના લશકાણામાં ઓરિસ્સાવાસી યુવાનનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતાં સિવિલમાં સારવા રહેઠળ ખસેડવામાં આવ્યો છે. કામરેજમાં કુલ કોરોના પોઝિટિવ દર્દીનો આંક 8 પર પહોંચ્યો છે.
કામરેજ તાલુકાના લશકાણા ખાતે રામદેવપીર રોડ પર રહેતા રાયમલભાઈ રબારીના એપાર્ટમેન્ટમાં રહેતા 39 વર્ષીય સંજયભાઈ વિજયભાઈ પાત્રાને શરદી ખાંસીની બીમારી હોય 25મીના રોજ કઠોદરા પીએચસી સેન્ટર પરથી દવા આપવામાં આવી હતી. પરંતુ શ્વાસ લેવામાં તકલીફ થતાં ગતરોજ 26મીના રોજ સાવરે પીએચસીના તબીબે 108 મારફતે સુરત સિવલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેમનો સેમ્પલ લેવામાં આવતાં જેનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. કઠોદરા પીએચસીની ટીમ તેના સંજયભાઈના ઘરે પહોંચી પત્ની અને 3 વર્ષની દીકરી તથા 25 દિવસના છોકરો સહિતને હોમકોરન્ટીન કરવામાં આવ્યા છે. તેમજ એપાર્ટમેન્ટ સીલ કરવામાં આવ્યું છે.
અત્યાર સુધીમાં 69 દર્દી સ્વસ્થ થયા
સુરત જિલ્લામાં આજે 05 દર્દી સ્વસ્થ થયા હોવાથી ડિસ્ચાર્જ કરાયા છે. કુલ ૬૯ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે, સુરત જિલ્લામાં ગતરોજ પોઝિટીવ કેસોની સંખ્યા 96 હતી, જેમાં 01 કેસનો વધારો થવાથી આજે કુલ 97 કોરોના પોઝિટીવ કેસો થયા છે.  કુલ 8894 ટેસ્ટીંગ કરવામાં આવતાં 97 પોઝિટીવ અને 8752 નેગેટીવ કેસો જયારે 45 રિપીટ સેમ્પલ નોંધાયા છે. જિલ્લાના કન્ટેઈનમેન્ટ કલસ્ટર વિસ્તારનાં કુલ 18835 ઘરો અને કુલ વસ્તી 80400 જેટલી છે. જેમાં સર્વે અને આરોગ્યની 170 ટીમ કાર્યરત છે. સુરત જિલ્લામાં 2477 લોકો હોમ કોરન્ટાઇન હતા. આજે 183 નવા લોકોનો ઉમેરો થતા કુલ 2660 લોકો હોમ કોરન્ટાઇન છે. જયારે આજે 143 લોકોનું હોમ કોરન્ટીન પૂર્ણ થતા કુલ 2517 લોકોને હાલ હોમ કોરન્ટાઇન કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...