તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અલ્ટીમેટમ:સરભોણમાં ચાલતા ડઝનથી વધુ દારૂના અડ્ડા બંધ નહીં થાય તો જનતા રેડ થશે

બારડોલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સરભણ ગામના રહીશો દ્વારા ગામમાં ચાલતા દારૂના અડ્ડા બંધ કરાવવા આવેદનપત્ર આપ્યું. - Divya Bhaskar
સરભણ ગામના રહીશો દ્વારા ગામમાં ચાલતા દારૂના અડ્ડા બંધ કરાવવા આવેદનપત્ર આપ્યું.
  • દારૂના દુષણથી ત્રસ્ત ગ્રામજનોનું તંત્રને અલ્ટીમેટમ

ગુજરાતમાં દારૂબંધીની પોલ ખોલતો વધુ એક નમૂનો બારડોલી તાલુકાનાં સરભોણ ગામે જોવા મળ્યો છે. સરભોણ ગામના ગ્રામજનો દ્વારા 2020ના સપ્ટેમ્બર માસમાં ગામમાં ચાલતી દારૂની બદી નાબૂદ કરવા માટે પોલીસ વિભાગને રજૂઆત કરી હતી. સાથે જ મામલતદાર બારડોલીને વહેલી તકે દારૂના અડ્ડા બંધ કરાવવા આવેદનપત્ર આપ્યું હતું. જોકે, કોઈ ઉકેલ ન આવતા સોમવારના રોજ ફરી આવેદનપત્ર આપી દારૂના અડ્ડા બંધ કરવાની માંગ કરી છે અને જો અડ્ડા બંધ ન થાય તો જનતા રેડ કરી બુટલેગરોને પોલીસને હવાલે કરવાની ચીમકી ઉચ્ચારી છે.

રહીશોના જણાવ્યા મુજબ ગત વર્ષે પણ સપ્ટેમ્બર માસમાં દારૂના અડ્ડાઓ બંધ કરાવવા માટે ગ્રામજનો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જોકે આવેદનમાં જણાવ્યા મુજબ જેતે વખતે પોલીસ દ્વારા માત્ર દેખાડા પૂરતા બુટલેગરો સામે કેસ કર્યા હતા અને થોડા સમયમાં જ ફરી દારૂના અડ્ડાઓ ધમધમતા થઈ ગયા છે, જેથી ગ્રામજનો દ્વારા 12થી વધુ બુટલેગરોના નામ સાથે બારડોલી ડીવાયએસપી, પી.આઈ તેમજ બારડોલી મામલતદારને વહેલી તકે દારૂના અડ્ડાઓ બંધ થાય અને યુવાનો દારૂના રવાડે ચઢતા અટકાવવા રજૂઆત કરવામાં આવી છે. રહીશોએ વધુમાં જણાવ્યુ કે તંત્ર દ્વારા જો વહેલી તકે ગામમાં દારૂની બદી અટકાવવામાં ન આવે તો આગામી દિવસોમાં જનતા રેડ કરી બુટલેગરોને પોલીસ હવાલે કરીશું.

અન્ય સમાચારો પણ છે...