જિલ્લાની મુલાકાતે:ધારાસભ્યો કે મિનિસ્ટરો કામ ન કરે તો સીધો મને ફોન કરજો: સી.આર.પાટીલ

બારડોલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નવા પ્રદેશ પ્રમુખ સુરત - તાપી જિલ્લાની મુલાકાતે
  • બારડોલીમાં નવનિયુક્ત પ્રદેશ પ્રમુખનું સન્માન કરાયું

સુરત જિલ્લાના ભાજપના ધારાસભ્ય કે મંત્રીઓ મતદારોના કામ ન કરે તો સીધો મને ફોન કરો તમારું કામ થઈ જશે, અને ધારાસભ્યો કે મંત્રીઓનું પણ કામ થઈ જશે, સાથે જ આગામી આવનારી ચૂટણીમાં પોતાના બુથમાં જ ઓછા મત મળતા હોય એવા ઉમેદવારોએ ટિકિટ મળવાની આશા રાખવી નહીં, ઉક્ત સંબોધન નવ નિયુક્ત પ્રદેશ પ્રમુખ સી આર પાટિલે બારડોલી ટાઉનહોલમાં કાર્યકરોને સંબોધતા જણાવ્યું હતું.

સુરત જિલ્લાભાજપ દ્વારા પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલના સન્માન માટે કાર્યક્રમ બારડોલી સરદાર ટાઉન હલામાં યોજવામાં આવ્યો હતો. પ્રદેશ પ્રમુખે કાર્યકરોને સંબોધતા સંગઠનને મજબૂત કરવામાં પાયાના ગ્રાઉંડ લેવાલના કાર્યકરોનું મહત્વ સમજાવી સંગઠનને મજબૂત કરવા સમજાવ્યું હતું.

સભામાં ઉપસ્થિત તમામ કાર્યકરોને પેજ પ્રમુખનો હોદ્દો આપી પ્રદેશ પ્રમુખે કાર્યકરોને પક્ષ મજબૂત કરવાની જવાબદારી સોંપી હતી તો વધુમાં પક્ષમાં સિસ્ત ન જાળવનારાઓ સામે આકરા પગલાં લેવાની પણ પ્રદેશ પ્રમુખે ચીમકી ઉચ્ચારી હતી. પ્રદેશ પ્રમુખના સન્માન સંમાન સમારંભમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવા, મંત્રી ઇશ્વરભાઇ પરમાર પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપસિંહ રાઠોડ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

પ્રદેશ પ્રમુખનું રેલી સ્વરૂપે નગરમાં આગમન
ગુજરાત પ્રદેશના નવ નિયુક્ત પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલના સંમાન મ,આતેના કાર્યક્રમમાં બારડોલી પરિશ્રમ પાર્કથી ભાજપ કાર્યકરોએ ખુલ્લી જીપ અને કારોના કાફલા અને ઢોલ નગારા સાથે સ્વરાજ આશ્રમ સુધી રેલી યોજી હતી તો સ્વરાજ આશ્રમ ખાતે સરદાર સાહેબની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી વૃક્ષારોપાણ કરી પ્રદેશ પ્રમુખ સભા સ્થળે ટાઉન હૉલ ખાતે પહોંચ્યા હતા.

પ્રદેશ પ્રમુખે કાર્યકરોને રિટર્ન ગિફ્ટ આપી
કાર્યક્રમમાં ઉપસ્થિત નાના મોટા તમામ કાર્યકરોને પ્રદેશ પ્રમુખે તેમની સાથે ફોટો પડાવી ફોટો ફ્રેમ તાત્કાલિક બનાવી ને આપી અને જણાવ્યુ કે તમારો પ્રદેશ પ્રમુખ સાથે સીધો સંપર્ક છે તેનું આ ઉદાહરણ છે પ્રદેશ પ્રમુખ સાથે ફોટો પડાવવા બાબતે કાર્યકરોમાં ખુસી જણાઈ હતી.

હરખઘેલાં કાર્યકરો કોરોનાને ભૂલી ગયાઃ વ્યારામાં કાર્યક્રમ પૂર્ણ બાદ સીઆરને મળવા માટે ઉત્સાહમાં આવેલા નેતા અને કાર્યકર્તાઓ સોશિયલ ડિસ્ટન્સને ભૂલી સ્ટેજ પર દોડી ગયા હતા.
હરખઘેલાં કાર્યકરો કોરોનાને ભૂલી ગયાઃ વ્યારામાં કાર્યક્રમ પૂર્ણ બાદ સીઆરને મળવા માટે ઉત્સાહમાં આવેલા નેતા અને કાર્યકર્તાઓ સોશિયલ ડિસ્ટન્સને ભૂલી સ્ટેજ પર દોડી ગયા હતા.

હવે પછી કોઈને પણ એકથી વધારે હોદ્દા આપવાના નથી: પાટીલ
ગુજરાતમાં 26 લોકસભાની જીત થઈ શકે તો વિધાનસભાની 182 બેઠક પણ જીતી શકાય છે. એના માટે એના માટે પેજ પ્રમુખથી લઇ તમામ કાર્યકર્તાઓ કામગીરી કરવી પડશે. દરેકને આપાયેલી જવાબદારીઓ ચુસ્ત પણે પાલન કરો તમામ ચૂંટણીમાં જીત મળશે. હવે કોઈ પછી કોઈ પણ એકથી વધારે હોદ્દાઓ મળશે નહીં એ ખાસ ધ્યાને રાખજો. ઉપરોક્ત શબ્દો વ્યારા ખાતે યોજાયેલા અભિવાદન કાર્યક્રમ માં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ એ કહ્યા હતા. તાપી જિલ્લાના ભાજપ ના નેતા અને કાર્યકર્તા ઓ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ નું ભવ્ય સ્વાગતની સાથે કાર રેલી યોજી હતી. ત્યાર બાદ રેલી સભામાં પરિવર્તિત થઈ હતી, જ્યાં દરેક ઉપસ્થિત મહાનુભાવોએ પ્રાસંગીક પ્રવચન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...