તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:પુરી જોઈતી હોય તો પૂછીને લઈ જવાની કહેતા માર મરાયો, બારડોલીમાં સામા પક્ષે પણ મારામારીની ફરિયાદ થઇ

બારડોલી16 દિવસ પહેલા
 • કૉપી લિંક

બારડોલી નગરમાં પાણીપુરીનો વ્યવસાય કરતાં યુવકની લારીમાંથી પૂછ્યા વગર પુરી લઈ ગયેલા ઇસમને પુરી જોઈતી હોય તો પૂછીને લઈ જવાનું એમ કહેતા ઉશ્કેરાઈ ત્રણ ઇસમોએ પાણીપુરી વેચનારને માર મારતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

બારડોલીના માંગી ફળિયામાં રહેતા નારાયણ સિંગ જવરસિંગ કુસ્વાહ બારડોલીમાં પાણી પુરીની લારી ચલાવી ગુજરાન ચલાવે છે. નારાયણ સિંગ સોમવારના રોજ સવારના 11 વાગ્યાના અરસામાં પોતાના ઘરની આગળ પ્લાસ્ટરનું કામ કરાવતા હતા ત્યારે નજીકમાં જ રહેતા પ્રેમનાથ નારયાણના ઘર પાસે આવ્યો હતો ત્યારે નારાયણે જણાવ્યુ કે તમારે પુરી જોઈતી હોય તો પૂછીને લઈ જવાની એમ કહેતા ઉશ્કેરાઈને નારાયણ તથા એમના સાઢુ બેરેન્દ્રભાઈ સાથે ગાળાગાળી કરી હતી, જેથી ગાળો બોલવાની ના પાડતા પ્રેમનાથે તેમના બનેવી તથા નાનાભાઈને ફોન કરી બોલાવી માર માર્યો અને નજીકમાં પડેલા લાકડા વડે નારાયણના માથામાં સપાટો માર્યો હતો.

લોહી નીકળવા લાગતાં નારાયણે બૂમાબૂમ કરતા ફળિયાના રહીશો ભેગા થઈ જતાં પ્રેમનાથ, બનેવી સુરજ તથા પ્રેમનાથનો નાનોભાઈ અનિલ ત્યાંથી ભાગી ગયા હતા અને બીજીવખત મારી નાખવાની ધમકી આપી હતી. નારાયણને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવાયો હતો. બનાવ અંગે ફરિયાદ આપતા પ્રેમનાથ, અનિલ તેમજ સુરજ વિરુદ્ધ બારડોલી પોલીસને જાણ કરી તો પ્રેમનાથની પત્નીએ એ પણ નારાયણ નારાયણનો ભાઈ રામુ અને સાઢુભાઈ બીરેન્દ્રએ પતિ પ્રેમનાથને માર્યો હોવાની ફરિયાદ નોંધાવતાં પોલીસે સામસામી ફરિયાદ લઈ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો