તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:‘ચૂંટણીમાં મારા ઘર પાસે ફટાકડા ફોડવાનો હતો ને’ કહી માર મરાયો

માયપુરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કહેર ગામે ચૂંટણી સમયની અદાવતમાં યુવક પર હુમલો

કહેર ગામે ચૂંટણીની અદાવતમાં ત્રણ ઈસમોએ ચાની લારી પર ફરિયાદીને નાલાયક ગાળો આપી અને ઢીકમુક્કીનો માર મારવામાં આવ્યો હોવાનું અને મારી નાખવાની ધમકી આપવા બાબતે ફરિયાદીએ ફરિયાદ કરી હતી.

સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ કહેર ગામે ચુંટણીઓ પતી ગઈ પરતું દૂશ્મનાવટો ઉભી કરી ગયાનો કિસ્સો બહાર આવ્યો છે, કહેર રેલવે ફાટક પાસે ભુલાભાઈ રાઠોડ ચાની લારી પાસે કિશનભાઇ ચૌધરી રહેવાસી કહેર, સ્ટેશન ફળિયુંનાઓ બેસેલા હતા તે વખતે આરોપીઓ રાજુભાઈ રાઠોડ તેમનો છોકરો સંકેત રાજુભાઈ રાઠોડ તથા રાહુલભાઈનાઓ તેમની નજીક આવી તેમને જણાવ્યું હતું કે ચૂંટણીમાં તેમના ઘરે આવી ફટાકડા બોમ્બ ફોડવાનો હતો એમ કહી ફરિયાદી કિશનભાઇ ચંદુભાઈને નાલાયક ગાળો બોલી ઢીકમુક્કીનો માર માર્યો હોવાનો અને જાનથી મારી નાખવાની ધમકી આરોપીઓએ આપી હોવાની ફરિયાદ વાલોડ પોલીસ સ્ટેશન આપવામાં આવી છે.

આ સમગ્ર ઘટનામાં આરોપીઓ પૈકી એક ઇસમ રાજકરણમાં સક્રિય હોય રાજકીય કાવાદાવા વચ્ચે બપોરના સમયે માફી માંગી લેતા બંને પક્ષનાએ સમાધાન કર્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે જ્યારે ફરિયાદીએ મોડી સાંજે ફરી પોલીસ સ્ટેશન આવી ફરિયાદ કરતાં વાલોડ તાલુકાનું રાજકીય માહોલ ગરમાયો છે. વધુ તપાસ એએસઆઇ રૂપસિંગ નાનીયાભાઈ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો