આળશનું પરિણામ:બારડોલી મુખ્ય કેનાલમાં જળકૂંભી અને કચરાનો અવરોધ

બારડોલી6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નહેરનું રોટેશન બંધ હતું ત્યારે સફાઈ ન કરાવતા હાલ અંડરપાસ પાસે ગંદકીનું સામ્રાજ્ય

બારડોલી નહેર વિભાગની નહેરની સફાઈ કરાવવામાં બેદરકારીના લીધે પાણીનું રોટેશન બંધ થયા બાદ ફરી રોટેશન શરૂ કરવામાં આવે છે. ત્યારે પાણી સાથે નહેરમાં રહેલ કચરો અને જળકુંભી પાણીના વહેણમાં ખેંચાતા બારડોલી કડોદરા રોડ પર લીંક રોડની નહેરના અંડરપાસના પુલ પાસે જળકુંભી અને કચરો જમા થયો છે. આ કચરાના લીધે પાણી અવરોધાય છે. બારડોલી નહેરવિભાગના અધિકારીઓએ સમયાંતરે નહેરની સફાઈ કરાવે એવી માંગ ઉઠી છે.

બારડોલી કડોદરા હાઇવે પર આવેલ નહેરના અંડરપાસમાં પાણીનું રોટેશન શરૂ થતાજ જમા થયેલો કચરો બારડોલી નગરપાલિકાએ સાફ કરાવ્યો અને ચાર દિવસમાજ નહેર વિભાગ દ્વારા ઉપરવાસની નહેરની સફાઈ ન કરાતા ફરી જળકુંભી સાથે કચરો જમા થઈ ગયો છે ત્યારે બારડોલી નગર પાલિકાને નહેર વિભાગના વાંકે ફરી એક વખત સફાઈ ખર્ચ ઉઠાવવો પડે એમ લાગી રહ્યું છે. આ જમા થયેલા કચરાને લીધે છેવાડાના ખેડૂતો સુધી સિંચાઇ માટે પૂરતું પાણી પહોંચવામાં સમય લાગે છે

સાથેજ ખેડૂતોના પાકની પિયત માટે રાખેલા પંપ માં પણ કચરો જામ થઈ જાય છે જેથી ખેડૂતોએ વારે વારે નહેર માથી પાણી ખેંચવાનો ફુટવાલ સાફ કરવો પડે છે. અને ખેડૂતોને સિચાઈ માટે આપવામાં આવતા સમય મર્યાદાના પાવરમાં વારેવારે નહેર વીભાગની બેદરકારીને લઈ ફેટવાલ માં કચરો જામ થઈ જતાં ખેડૂતોએ વારે વારે નહેરમાં ઉતારી કચરો કાઢવો પડે છે જેથી ખેડૂતોને ભારે હાલાકી થી રહી છે એ સમય સર પાકમાં પિયત થઈ શકતી નથી. નહેરવીભાગના ખેડૂતોને પિયતનું પાણી આપવાના દરેક રોટેશન વખતે આ સમસ્યા થતી આવે છે છતાં સિંચાઇ વિભાગ દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી ત્યારે સમયાંતારે જો સિંચાઇ વિભાગ નહેરની સફાઈ કરાવે તો સમસ્યા ઉકેલી શકાય.

અન્ય સમાચારો પણ છે...