હાઇવે ઓથોરિટીને કોઇ ફરક નથી પડતો:કડોદરાના સર્વિસ રોડ પર ઊંડા ખાડાઓને લીધે કલાકો ટ્રાફિકજામ, અસંખ્ય અકસ્માતો

કડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

કડોદરા નગરમાં દિપક પેટ્રોલ પંપની સામેની ને.હા.48ના સર્વિસ છેલ્લા બે મહિનાથી 200 મીટર સુધીનો આખેઆખો સર્વિસ રોડ પર બે ફૂટ જેટલા ઉંડા ખાડાઓ પડી જવાના કારણે દિવસ દરમિયાન કેટકેટલા અકસ્માત થઈ રહ્યા છે. છતાં ગાંધારી બનેલા હાઇવે તંત્રને જાણે એ ખાડાઓ નજર જ નહીં પડતા હોય તેમ આજ દિન સુધી હાઇવે ઓર્થોરિટીનું તંત્ર અહીં ફરક્યું નથી.

આ ખાડાઓના કારણે કેટલાય વાહનોનું નુકશાન થઈ રહ્યું છે. કરોડો રૂપિયા ટોલ વસુલાત હાઇવે ઓથોરિટી તંત્રને શુ આ ખાડાઓ દેખાતા નહિ હોય સ્થાનિક નેતાઓથી લઈ જિલ્લાના કદાવર નેતાઓ પણ આ અંગે ધારાસભ્યથી લઈ સાંસદ સભ્યને રજુઆત કરી ચુક્યા છે. છતાં પ્રશ્ન ઉકેલાયો નથી સ્થાનિકો હવે પોતાનો સંયમ ગુમાવી રસ્તા રોકો આંદોલન કરે તો નવાઈ નહી.

બીજી તરફ હાઇવે ઓથોરિટી પાસે નહિ કરવી શકતા લોકોએ રાજકારણીઓ પ્રત્યે પણ રોષ ઠાલવ્યો હતો.રેલીઓના સમયે ગણતરીના કલાકોમાં કિલોમીટર સુધી રાતોરાત રસ્તાઓ બનાવડાવી દેતા નેતાઓ પ્રજાના મુશ્કેલીના સમયમાં જ ફરકયા નહિ.

આ અંગે મને હજી જાણ નથી
અમને આ બાબતની હજુ સુધી જાણ નથી કાલે હું ત્યાં લાગતા વળગતા કોન્ટ્રાકટને જાણ કરી ખાડાઓ પુરાવી.રસ્તો બનાવડાવુંં છું. - સુરજકુમાર સિંગ, પ્રોજેક્ટ ડાયરેક્ટર, ભરૂચ

અન્ય સમાચારો પણ છે...