ભાસ્કર વિશેષ:8 વર્ષમાં સૌથી વધુ આ વખતે 71 ટકા વરસાદ જુલાઈમાં

કડોદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વર્ષ 2020માં જુલાઈ સુધીમાં સૌથી ઓછો 37.04 ટકા વરસાદ વરસ્યો હતો

સુરત જિલ્લામાં મેઘરાજાએ આ વર્ષે સારી મહેર વર્ષાવી હતી. જૂન મહિનામાં જ મેઘરાજાએ દસ્તક દેતા ધરતીપૂત્ર ખુશ થઈ ગયા હતાં. જુલાઈ માસમાં તો મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં સિઝનનો 71 ટકા વરસાદ 31 જુલાઈ સુધીમાં વરસી ગયો છે. જે છેલ્લા 8 વર્ષમાં સૌથી વધુ વરસાદ છે.

જૂનમાં મેઘરાજાની સવારી આવી હતી. ખેડૂતો પણ ખેતી કામમાં જોતરાયા હતાં. જૂન માસમાં સિઝનનો માત્ર 9.27 ટકા વરસાદ વરસ્યો હતો. જ્યારે જુલાઈ માસમાં મેઘ મહેર થતાં જિલ્લામાં સિઝનનો 71.68 ટકા વરસાદ થઈ ચૂક્યો છે. વરસાદ છેલ્લા આઠ વર્ષની સરખામણીએ સૌથી વધુ છે.

ગત વર્ષોમાં 2018માં જુલાઈ માસમાં 70 ટકા વરસાદ વરસ્યો હતો. વર્ષ 2020માં તો માત્ર 37.4 ટકા વરસાદ જ જુલાઈ સુધીમાં વરસ્યો હતો. જે છેલ્લા આઠ વર્ષમાં સૌથી ઓછો છે. આ સિવાય અન્ય વર્ષોમાં તો એવરેજ 40-45 ટકા વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવરનારા દિવસોમાં સારો વરસાદ થશે એટલે જિલ્લામાં 100 ટકા વરસાદની આગાહી કરવામાં આવી છે.

6 ઓગસ્ટ બાદ વરસાદનું જોર વધવાની શક્યતા
જિલ્લા કૃષિ હવામાન એકમ કૃષિ વિગ્નાન કેન્દ્ર સુરત દ્વારા આગામી પાંચ દિવસમાં હળવાથી અતિ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ 6 ઓગસ્ટ બાદ વરસાદનું જોર વધવાની શક્યતા છે. આગામી દિવસોમાં વાદળછાયુ વાતાવરણ રહેવાથી દિવસ દરમિયાન તાપમાનનો પારો 31.8થી 33.7 ડિગ્રી રહેશે.

અન્ય સમાચારો પણ છે...