લવ જેહાદ:પોતાનું નામ છુપાવી વિધર્મી યુવકે તરૂણીને હવસનો શિકાર બનાવી

બારડોલી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બારડોલીના સોહેલે રાહુલ નામ રાખી તરૂણીને ફસાવ્યા બાદ બ્લેકમેલિંગ

બારડોલીના વિધર્મી યુવકે રાહુલ નામ જણાવી નગરમાં જ રહેતી સગીરા સાથે મિત્રતા કેળવી શરીર સબંધ બાંધ્યો હતો. બાદમાં ભાંડો ફૂટતા તરૂણી સંબંધો તોડી નાખ્યા હતા, પરતું યુવકે સગીરાના અશ્લીલ ફોટા વાઇરલ કરવાની ધમકી આપતો હતો.જે બાબતે સગીરાએ આખરે બારડોલી પોલીસમાં સોહેલ વિરુદ્ધ ગુનો નોંધાયો છે.

બારડોલીના તાઈવાડમાં રહેતા સોહેલ ફારૂક શેખે પોતાનું નામ રાહુલ જણાવી સગીરા સાથે મિત્રતા કેળવી હતી ,અને સગીરાના ફોટા પોતાના મોબાઇલમાં પાડી લીધા હતા. તેની સાથે સબંધ ન રાખેતો ફોટા વાઇરલ કરી દેવાની ધમકી આપવાની સાથે અને મુસ્લિમ ધર્મ અપનાવવા જણાવતો હતો. તેમજ કોઈ અન્ય સાથે લગ્ન કરશે તો મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ સગીરા સાથે જબરજસ્તી કરી અવાર નવાર શરીર સંબંધો પણ બાંધ્યા હતા. ઉપરાંત સાહિલ ફારૂક શેખ તેમજ કલુરિ સાહિલ શેખ પણ સગીરાને જાતિ વિષયક ગાળો આપતા હોવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ત્રણે વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...