મેઘકહેર વચ્ચે પરિવારો લાચાર:બારડોલીમાં ભારે વરસાદને કારણે 300થી વધુ ઘરોમાં પાણી ભરાયાં; રહીશોએ કહ્યું- આખી રાત ઘરવખરી બચાવવામાં જ વિતાવી

બારડોલી3 મહિનો પહેલા
  • મીંઢોળા નદીનો જળસ્તર વધતાં હાલાકી

સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં ધોધમાર વરસાદ વરસતાં રહીશોની દશા કફોડી બની છે. તલાવડી વિસ્તાર, કોર્ટની સામે આવેલા ખાડામાં તેમજ અન્ય નીચાણવાળા વિસ્તારોમાં 300થી વધુ ઘરોમાં વરસાદી પાણી ભરાવા પામ્યાં છે. મોડી રાત્રે મીંઢોળા નદીના પાણીના સ્તરમાં વધારો થતાં આખી રાત ઘરવખરીનો સમાન બચાવવામાં નીકળી ગઈ હતી. એક તરફ, ધોધમાર વરસાદ અને બીજી તરફ, ઘરોમાં પાણી જ પાણીની સ્થિતિ સર્જાઈ હતી.

નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાથી રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાથી રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
બાળકો પોતાના ઘરમાંથી પાણી બહાર કાઢી રહ્યાં છે.
બાળકો પોતાના ઘરમાંથી પાણી બહાર કાઢી રહ્યાં છે.

મીંઢોળા નદીનો જળસ્તર વધતાં હાલાકી
સુરત જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદી હેલી યથાવત્ રહી છે. ત્યારે બારડોલી તાલુકો પણ પ્રભાવિત થયો છે. બારડોલીના અનેક વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી ભરાયાં છે. મોડી રાત્રે મીંઢોળા નદી જળસ્તર અચાનક વધવા લાગ્યો હતો. અચાનક ઘરમાં પાણી આવી જતાં ગભરાયેલા પરિવારે પહેલા પોતાના પરિવારનાં નાનાં બાળકો તેમજ વૃદ્ધોના જીવ બચાવી ઊંચાણવાળા વિસ્તારમાં લઈ જવામાં આવ્યા હતા. બાદમાં આખા જીવનની જમા પૂંજી તેમજ ઘરવખરીનો સમાન બચાવવામાં આખી રાત નીકળી ગઈ હતી. એક તરફ, પંથકમાં ધોધમાર વરસાદ અને બીજી તરફ, ઘરોમાં પાણી જ પાણીની સ્થિતિ સર્જાઈ હતી. લોકોએ કમરડૂબ પાણીમાં જીવના જોખમે ઘરવખરીનો સામાન બચાવ્યો હતો અને આખી રાત તમામ પરિવારોએ સામાન સાથે રસ્તા પર બેસી રહેવાની નોબત આવી હતી.

લોકોએ આખી રાત જાગીને પોતાના ઘરનો સામાન બચાવ્યો હતો.
લોકોએ આખી રાત જાગીને પોતાના ઘરનો સામાન બચાવ્યો હતો.

પાણી ખાડા વિસ્તારમાં ન પ્રવેશે અને એના નિકાલ માટે ઊઠી નક્કર માગ
છેલ્લાં ઘણાં વર્ષોથી તલાવડી તેમજ કોર્ટની સામે ખાડા વિસ્તારમાં મીંઢોળા નદીના પાણી 300થી વધુ ઘરોમાં ઘૂસી જાય છે. ત્યારે તંત્ર દ્વારા આ મામલે કોઇ નક્કર પગલાં ભરવામાં આવે અને પ્રોટેક્શન વોલ ઊભી કરવામાં આવે, જેથી સામાન્ય ગરીબ પરિવારોએ દર વર્ષે જે હાલાકીનો સામનો કરવો પડે છે એ ન કરવો પડે. બીજી તરફ, પાણી ભરાવાને કારણે પશુપાલકોએ પોતાના ઢોરઢાખરને પાણીના વહેણમાંથી બહાર કાઢી મુખ્ય માર્ગ પર પુલની રેલિંગ સાથે બાંધવાની નોબત પડી હતી.

અન્ય સમાચારો પણ છે...