બારડોલીમાં 3 વર્ષીય દીકરી સાથે બળાત્કારનો પ્રયાસ:બાળકીનો રડવાનો અવાજ સાંભળી પિતાએ બુમાબુમ કરી: પોલીસે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી

બારડોલી16 દિવસ પહેલા
  • કૉપી લિંક

બારડોલી નગરને અડીને આવેલા એક ગામની સોસાયટીમાં ચકચારી ઘટના બની હતી. 3 વર્ષીય બાળકીને પડોશમાં જ રહેતા સગીરે પોતાના ઘરે લઈ જઈ બળાત્કારનો પ્રયાસ કર્યો હતો. જોકે બાળકીનો રડવાનો અવાજ સાંભળતાં જ બાળકીના પિતા જોતા જ બુમાબુમ કરી હતી. આ વાતને લઈ સોસાયટીમાં માહોલ ગરમાયો હતો. સમગ્ર મામલો બારડોલી પોલીસ મથકે પહોંચતા સગીર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

બાળકીના રડવાનો અવાજ પિતાએ સંભાળતા જ દોડી ગયા
સુરત જિલ્લાના બારડોલી તાલુકાના એક ગામમાં અતિ ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે. સોસાયટીમાં રહેતા અને નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા યુવાનની 3 વર્ષીય દીકરીને સોસાયટીમાં જ રહેતો 14 વર્ષનો સગીર પોતાના ઘરે લઈ ગયો હતો. ત્યારબાદ બાળકી સાથે દુષ્કર્મ કરવાની કોશિશ કરતા બાળકી રડવા લાગી હતી. બાળકીના રડવાનો અવાજ પિતાએ સાંભળતા જ દોડી ગયા હતા. બારીમાંથી જોઈ જતા તેમણે બુમાબુમ કરી પડોશીના ઘરના દરવાજા જોરજોરથી ખખડાવાનું શરૂ કર્યું હતુ.

પોલીસે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી
યુવાનની બુમો સાંભળી આખી સોસાયટી ભેગી થઈ ગઈ હતી. સગીર પોતે જ બાળકીને ઘરની બહાર લઈને આવ્યો હતો. 3 વર્ષીય બાળકીનાં પિતાએ સમગ્ર મામલે બારડોલી પોલીસ મથકે દુષ્કર્મ કરનાર સગીર વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે પોક્સો એક્ટ હેઠળ અને 376 (એ) (બી) મુજબ ગુનો દાખલ કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...