તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આરોગ્ય સેવા:અમલસાડી અને અંભેટીમાં હેલ્થ સેન્ટર શરૂ

બારડોલી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે ગામોમાં 41.15 લાખના ખર્ચે આરોગ્ય કેન્દ્રનું નિર્માણ
  • હેલ્થ સેન્ટરને લીધે આજુબાજુના અન્ય ગામોની પણ આરોગ્ય સેવા સુધરશે

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના અમલસાડી અને અંભેટી ગામોમાં અનુક્રમે 20.58 લાખ અને 20.57 લાખ મળી કુલ રૂ.કુલ 41.15 લાખના ખર્ચે તૈયાર થયેલા નવનિર્મિત પેટા આરોગ્ય કેન્દ્રોનું લોકાર્પણસામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ઈશ્વરભાઈ પરમારના હસ્તે કરાયું હતું.

આ અવસરે મંત્રીએ જણાવ્યું હતું કે, કોરોના વૈશ્વિક મહામારીમાં પણ ગ્રામ્ય અને શહેરી નાગરિકોની સુખ સુવિધા માટે રાજ્ય સરકારે વિકાસકામોની ગતિ અટકે નહીં એવું લક્ષ્ય સેવ્યું છે. નવનિર્મિત પેટા આરોગ્ય કેન્દ્ર સ્થાનિક નાગરિકો માટેની આરોગ્ય સુવિધાઓમાં પણ વધારો કરશે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે ટુંકા ગાળામાં પલસાણા ખાતે બે પેટા આરોગ્યકેન્દ્ર ફાળવ્યા તે બદલ ઈશ્વરભાઈ પરમારે આભાર વ્યક્ત કર્યો હતો. કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં જનહિતને પ્રાથમિકતા આપીને લોકોની આરોગ્યલક્ષી મુશ્કેલીઓ નિવારવાના પ્રામાણિક પ્રયાસો કર્યા છે. આરોગ્ય કેન્દ્રના લોકાર્પણના કાર્યક્રમ બાદ બંને ગામોમાં વૃક્ષારોપણ પણ કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...