તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનામાં રાહત:હાશ સ્મશાનની સગડીઓ શાંત, બારડોલીના મોક્ષધામમાં એપ્રિલમાં રોજ 15 અંત્યેષ્ઠી થતી હતી હાલ માત્ર 5

બારડોલી8 દિવસ પહેલા
  • કૉપી લિંક

બારડોલી નગરમાં આવેલ અંતિમ ઉડાન એરપોર્ટમાં કોરોનાની બીજી લહેરમાં ખાસ કરી એપ્રિલ માસમાં રોજ 15થી વધુ લોકોના અંતિમ સંસ્કાર થતા એક જ માસમાં જ 440 મૃતદેહોની અંત્યેષ્ઠી કરાઇ હતી. આખર મેં માસ કોરોનાથી મોતનો સિલસિલો થોડા હળવો થતા રાહત થઈ છે. અને જૂન માસમાં તો પહેલાની જેમ દિવસના માત્ર 4 થી 5 મૃતદેહો આવી રહ્યા છે. જે છેલ્લા 2 માસ બાદ કોરોનામાં રાહતના સમાચાર કહી શકાય.

સ્મશાનનો ભાર હળવો કરવા માટે નામ અપાયું ‘અંતિમ ઉડાન એરપોર્ટ’ મૃતદેહ સગડીમાં પ્રવેશતા જ પ્લેન ટેકઓફ થતું હોય તેવો અવાજ આવે છે.બારડોલી સ્મશાનનું નામ અંતિમ ઉડાન એરપોર્ટ નામ આપવા પાછળ સ્મશાન શબ્દની ભયાનકતા હળવી કરવાનો હતો. જુના કાળમાં કોઈના મરણ થતા નાના બાળકો સવાલ કરતા, ત્યારે વડવાઓ કહેતા કે વિમાન સ્વર્ગમાંથી લેવા આવેલ એટલે ત્યાં ગયા. જેથી વિમાન શબ્દને મહત્વ આપી 2 મોટા વિમાનો બનાવી, ઉડાન ભરવાની મુદ્રામાં ફિટ કરવામાં આવ્યા છે, ઉપરાંત સગડીમાં પ્રવેશતા જ વિમાન ઉડાન ભર્યું હોવાનો અવાજ સહિતનું વાતાવરણ પણ ઉભું કરવામાં આવ્યું છે.

કોરોનાની બીજી લહેર દરમિયાન મૃતકોની સંખ્યા વધતા રોજના અંતિમક્રિયા થતી વખતે વિમાન ઉડાન ભરતા હોય, એવો અવાજ સતત આવતો હતો, સતત દોઢ માસ જેટલો સમય વિમાન ઉડવાનો અવાજ ગુજતો હતો, જેમાં આખર રાહત થઈ છે.

3 માસના આંકડા: 150 : અંત્યેષ્ઠી, 440 : અંત્યેષ્ઠી, 300 : અંત્યેષ્ઠી

અન્ય સમાચારો પણ છે...