તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:બારડોલીમાં ફાયર સેફ્ટી વગરના 14 હોલના ગટર અને નળ કનેક્શન કપાયા

બારડોલી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
મસ્જીદનું નળ કનેક્શન કાપતી ટીમ. - Divya Bhaskar
મસ્જીદનું નળ કનેક્શન કાપતી ટીમ.
  • ફાયર સેફ્ટી વિનાની મુખ્ય માર્ગ પર આવેલી મસ્જિદનું નળ કનેક્શન કપાયું

બારડોલી પાલિકાએ ફાયરસેફ્ટી વિનાની ઇમારતોને નોટિસ આપ્યા બાદ પણ ફાયરની સુવિધા બાબતે કોઈ ગંભીરતા નહિ દાખવતા બુધવારે 2 શાળાના ગટર અને નળ કનેક્શન કાપ્યા બાદ, ગુરુવારે પાલિકાની ટીમ ફાયરની કનેક્શન કાપવા નીકળી હતી, જેમાં મુખ્ય માર્ગ પર આવેલ વ્હોરવાડ નજીકની મસ્જિદનું નળ કનેક્શન કાપવા જતા પાલિકાના કોંગ્રેસના નગર સેવકે વિરોધ કર્યો હતો.

જેથી મામલો થોડીવાર ગરમાયો હતો, બાદમાં પાલિકાએ નળ કનેક્શન કાપ્યું હતું. જ્યારે નગરના વિવિધ સમાજના 14 જેટલા હોલમાં પણ ફાયરની સુવિધા ન હોવાથી નળ અને ગટર કનેક્શન કાપ્યા હતા. હવે શુક્રવારે પાલિકાની ટીમ ફાયર સેફ્ટી વિનાની હોસ્પિટલો સામે કાર્યવાહી કરશે.

આ સ્થળો પર કાર્યવાહી
રાધા ક્રિષ્ણા મંદિર હોલ, રામજી મંદિર હોલ, જલારામ મંદિર હોલ, બ્રામણ સમાજ વાડી, ખત્રી સમાજ વાડી, ગુલાબ વાડી, ભંડારી સમાજવાડી, મૈસુરીયા સમાજ વાડી, દેસાઈ સમાજ વાડી, મંસાબા હોલ, સીનીયર સીટીઝન હોલ, રજપૂત સમાજ વાડી, પ્રજાપતિ સમાજ વાડી અને સુગર સેફ્ટી હોલ

અન્ય સમાચારો પણ છે...