તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિમણુંક:કઠીન આર્થિક સ્થિતિમાં ઉછરેલા માણેકપોરના કિશોરસિંહ આજે યુનિવર્સિટીના વીસી બન્યા

બારડોલી11 દિવસ પહેલા
 • કૉપી લિંક

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીના નવા વાઇસ ચાન્સેલર તરીકે પસંદગી પામેલ પ્રિ. ડો. કિશોરસિંહ એન ચાવડા મૂળ સુરત જિલ્લાના બારડોલી તાલુકાના માણેકપોર ગામના વતની છે. કયારે વિચાર્યું ના હતું કે એક નાનકડા ગામ અને પ્રાથમિક શાળામાં અભ્યાસ કરેલ વિદ્યાર્થી યુનિવર્સીટીના વાઇસ ચાન્સેલર સુધી પહોંચી પરિવાર અને ગામનું નામ રોશન કર્યું છે.

નવા વીસી કિશોરસિંહ ચાવડા માણેકપોર વતન. પિતા પોલીસ ખાતામાં નોકરી કરતા જ્યારે મોટા ભાઈ દીપકસિંહ ચાવડા નાની ઉંમરે ઘરની જવાબદારી સ્વીકારી અને નાનાભાઈ કિશોરસિંહને ઉચ્ચ અભ્યાસ માટે સતત પ્રેરણા અને તમામ સાથ સહકાર આપતા રહ્યા હતા. કિશોરસિંહએ પણ અતિશય ગરીબાઈનો સામનો કરી ઘરના કામમાં પણ મદદ કરી શિક્ષણ ચાલુ રાખ્યું હતું. આખરે કિશોરસિંહએ પણ માતા-પિતા ભાઈનું ઋણ સ્વરૂપે ઉચ્ચ અભ્યાસ બાદ સને 2005થી તેઓ સુરતની અમરોલી જે ઝેડ શાહ આર્ટસ એન્ડ એચ પી દેસાઈ કોમર્સ કોલેજમાં આચાર્ય પદ સંભાળ્યું હતું.

કિશોરસિંહના પિતા નટવરસિંહ ચાવડા આજે હયાત નથી. સાથે જ તેમના મોટાભાઈ દીપકસિંહ પડછાયાની જેમ સાથે રહ્યા હતા. તેઓનું સ્વપ્ન હતું કે નાનો ભાઈ કિશોરસિંહ કોલેજ પૂરતું સીમિત નહીં રહે અને વધુને વધુ પ્રગતિ કરી પરિવાર અને ગામનું નામ રોશન કરે એવી ઈચ્છા હતી. આજે મોટા ભાઈ દીપકસિંહ પણ હયાત નથી.

પરંતુ આજે એ સ્વપ્ન પૂરું થતા કિશોરસિંહ શ્રેય માતા પિતા અને સ્વ. મોટા ભાઈ દીપકસિંહ ચાવડાને આપી રહ્યા છે. ગામડા ગામમાં અભ્યાસ કરતા કરતા કિશોરસિંહ પોતાની અથાગ મેહનત પરીશ્રમથી આજે મોટી પોસ્ટ પર પહોચ્યા હતા. જેથી આજે માણેકપોર ગામ પણ ગૌરવ લઈ રહ્યું છે. કિશોરસિંહની ઉચ્ચ હોદ્દા પર પસંદગી થતાં ગામમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો