અસુવિધા:મરામત માટે કરોડોની ગ્રાન્ટ, છતાયે જિલ્લાની 106 આંગણવાડી જર્જરિત

બારડોલી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
અનેક આંગણવાડી ખંડેરને પણ શરમાવે એવી હાલતમાં પડી છે - Divya Bhaskar
અનેક આંગણવાડી ખંડેરને પણ શરમાવે એવી હાલતમાં પડી છે
  • દેશનું કુમળું ભાવી ભયના ઓથાર હેઠળ પાયાનું શિક્ષણ મેળવવા મજબૂર

દેશમાં ગુજરાતને નંબર વન રાજ્ય અને મોડેલ તરીકે દર્શાવાય છે ત્યારે ગુજરાતના સુરત જિલ્લામાં શિક્ષણના પાયામાં જ અસુવિધા જોવા મળે છે. સુરત જિલ્લામાં 14 જેટલા ઘટકોમાં 1733 આંગણવાડીઓ કાર્યરત છે. જેમની ખરાબ હાલતને કારણે દેશનું ભાવિ પરેશાન છે. જિલ્લામાં જર્જરિત હાલતમાં હોય એવી એક-બે નહીં પરંતુ 106 આંગણવાડી છે. જેમાં કેટલીક આગણવાડીમાં તો બાળકો ઓટલા પર બેસી ભણવા મજબૂર હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. આ મામલે તાકીદે આગણવાડી ઓની મરામત કરાવવા માંગ જનતામાં ઉઠી છે.

જર્જરિત આંગણવાડી
જર્જરિત આંગણવાડી

દેશમાં ગુજરાતને નંબર વન રાજ્ય અને મોડેલ તરીકે દર્શાવાય છે ત્યારે સુરત જિલ્લામાં શિક્ષણના પાયામાં જ અસુવિધાઓ છે. જિલ્લામાં કુલ 14 ઘટકોમાં 1733 આંગણવાડીઓ કાર્યરત છે. જે પૈકી 106 આંગણવાડી છેલ્લા બે વર્ષથી કે તેથી વધુ સમયથી જર્જરિત હાલતમાં છે. રાજ્યમાં સૌથી વધુ સ્વભંડોળનું બજેટ ધરાવતી જિલ્લા પંચાયત બજેટ પૈકી કરોડો રૂપિયાની રકમ આંગણવાડી માટે આઇસીડીએસને ફાળવે છે. છતાં બે વર્ષ કરતા વધુ સમયથી 106 આંગણવાડી જર્જરિત સ્થિતિમાં આજે પણ છે. જેમની હાલત દયનીય છે.

જેમાં કેટલીક આંગણવાડીઓ તો એવી છે કે ભણનારા બાળકો ભાડાના આખા મકાનમાં બેસી ભણવા મજબૂર બની રહ્યા છે અથવા તો ખુલ્લામાં બેસવા મજબૂર છે. પ્રતિવર્ષ કરોડો રૂપિયા મોડેલ આંગણવાડી. આગણવાડીનું રિપેરિંગ સહિતની બાબતે ફાળવવામાં આવે છે તો આ રૂપિયાની ગ્રાન્ટ ક્યાં પગ કરી જાય છે તે તપાસનો વિષય છે. કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવાય છે છતાં ઠોસ પગલાં કેમ ભરવામાં આવતા નથી. જિલ્લાની જર્જરિત આંગણવાડી પ્રત્યે તંત્ર દ્વારા ઉદાસીનતા દાખવવામાં ગ્રામ્ય વિસ્તારના વાલીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.

વિપક્ષ દ્વારા તંત્રને આડે હાથ લેતા જણાવ્યુ છે કે ચોમાસુ હવે ટકોરા થઈ રહ્યું છે. ત્યારે જિલ્લાની જર્જરિત આંગણવાડીઓમાં ભણતા દેશના ભાવિ નો મુદ્દો કેન્દ્ર સ્થાને આવ્યો છે પહેલેથી જ ખખડધજ મકાન કે જર્જરિત અવસ્થામાં મારા રૂમમાં બેસતા બાળકોના વાલીઓમાં ચોમાસામાં વરસાદ વચ્ચે પોતાનું બાળક કઈ રીતે ભણશે. જર્જરિત આંગણવાડીઓ ની તાકીદે મરામત કરાવવામાં આવે એ જરૂરી છે.

ઉમરપાડાની 27, બારડોલીની 25 આંગણવાડી જર્જરિત હાલતમાં
પૂર્વ વિપક્ષી નેતા દર્શન નાયકએ કહ્યું કે સરકાર દ્વારા એક તરફ ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવાની વાતો કરાય છે. જ્યારે તંત્રના જવાબદારો સામે પાયાની કહેવાતી મકાનની સુવિધા આપતી નથી. સુરત જિલ્લાના મહુવામાં 13 આંગણવાડી, માંડવીમા 20 આંગણવાડી, કામરેજ 1. ઓલપાડની 1, માંગરોળની 13 આંગણવાડી, ઉમરપાડાની 27 આગણવાડી, બારડોલીની 25 આંગણવાડી. ચોર્યાસીની 1 આંગણવાડી અને પલસાણાની 4 આંગણવાડી એમ કુલ 106 આંગણવાડીનો સમાવેશ થાય છે. - દર્શન નાયક

અન્ય સમાચારો પણ છે...