તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
માંડવી તાલુકાના નોગામા ગામે ખાવાનું બનાવતા મોડું થતાં પૌત્ર દ્વારા દાદીને લાકડીના સપાટા વડે માર મરાયો હતો. 108માં દાદીને સારવાર માટે અરેઠ સરકારી હોસ્પિટલ લઇ જવાયા અને વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ લઇ જતી વેળાએ 108માં જ દાદીનું મોત નીપજ્યું હતું. નોગામા રહેતા મંગીબેન રાઠોડ (85) પુત્ર રવજીભાઈ મગનભાઈ રાઠોડ સાથે વાડામાં રસોઈ બનાવતા હતા. દરમિયાન રવજીભાઈનો મોટો પુત્ર બાબુભાઇ ત્યાં આવી “જમવાનું કેમ બન્યું નથી, તમને લોકોને જમવાનું બનાવતા આવડે છે કે નહીં” એમ જણાવી પિતા રવજીભાઈને બે લાફા ઝીકી ત્યાંથી કાઢી મુક્યા અને દાદી મંગીબેનને ઘસડીને ત્યાંથી લઇ જઇ લાકડાના સપાટા માર્યા હતા. વાતની જાણ રવજીભાઈના નાના પુત્ર પ્રકાશભાઈ (24)ને થતા તેના દ્વારા મંગીબહેને 108 મારફતે અરેઠ સરકારી હોસ્પિટલે સારવાર માટે લઇ જવાયા અને વધુ સારવાર માટે સુરત સિવિલ લઇ જતા હતા. ત્યારે રસ્તામાં જ તેમનું અવસાન થઈ ગયું હતું. તેથી બાબુભાઇ દ્વારા બાબુભાઇ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.