વિપરિત સંજોગોમાં મજબૂત મનોબળ:ખાતરાદેવી ગામમાં નેટવર્ક ન મળતાં દૂર ટેકરી પર જઈ અભ્યાસ કરી મજૂરના દીકરાએ 91.60 % મેળવ્યાં

બારડોલી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
જે ટેકરી પર અભ્યાસ કરી સફળતા મેળવી ત્યાની તસવીર - Divya Bhaskar
જે ટેકરી પર અભ્યાસ કરી સફળતા મેળવી ત્યાની તસવીર
  • ખાતરાદેવીના જયદીપે ખુલ્લા આકાશ નીચે અભ્યાસ કરી મેળવી સફળતા

તાપી જિલ્લામાં એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ ખોડદા તા. નિઝરના બે વિદ્યાર્થીના A-1 ગ્રેડ પ્રાપ્ત કર્યા હતાં. માંડવી તાલુકાના ખાતરાદેવી ગામે રહેતો જયદીપ રાકેશભાઈ વસાવાએ 700માંથી 642 ગુણ પ્રાપ્ત કરી 99.66 પર્સન્ટાઇલ સાથે 91.90 ટકા પ્રાપ્ત કરેલ છે.

આ અંગે જયદીપ વસાવા સાથે ચર્ચા કરતાં જણાવ્યું હતું કે મારું સારુ પરિણામમાં આવવામાં શાળાના શિક્ષકોની મહેનત અને પરિવારનો સહકાર મને આટલા ગુણપ્રાપ્ત કરવામાં સફળતા અપાવી છે. જયદીપના પિતા ખેતમજુરી કરી જીવન ગુજરાન ચલાવે છે. પિતાનું સ્વપ્ન છે જયદીપને ઉચ્ચ અભ્યાસ કરાવો છે.

જયદીપે સીએ થઈ સરકારી નોકરી કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ઓનલાઈન અભ્યાસ અંગે પૂછતાં તેણે જણાવ્યું હતું કે શાળા બંધ હતી ઘરેથી અભ્યાસ કરવાનો હતો. જયદીપના ગામમાં નેટવર્કની સમસ્યા હતી. ગામથી દૂર ટેકરી પર એક નેટવર્ક પકડાતુ હોય ત્યાં પિતા રાકેશભાઈ મુકી આવે ત્યાં ટેકરી પર ખુલ્લા આકાશમાં જયદીપ ઓનલાઈન શિક્ષણ મેળવી 99.66 ટકા પ્રાપ્ત કરી તાપી જિલ્લામાં સૌથી વધુ ગુણ પ્રાપ્ત કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...