તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શ્રાવણ વિશેષ:અરેઠના ગોગેશ્વર મહાદેવને થાય છે ઉચ્ચ પ્રજાતિની ગાયના દુધનો અભિષેક

માંડવી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
અરેઠ ગામના શિવભક્ત પુત્રેએ બનાવેલ શિવમંદિર - Divya Bhaskar
અરેઠ ગામના શિવભક્ત પુત્રેએ બનાવેલ શિવમંદિર
  • ભોળાનાથના દર્શન માટે સુરત અને તાપી જિલ્લાના વિવિધ શિવાલયોમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા

માંડવી તાલુકાના અરેઠ ગામે રહેતા શીવ ભક્ત કનુભાઈ જિયાણીના વારસામાં મળેલ શિવભક્તિના કારણે સુંદર કલાત્મક શિવ મંદિરનું નિર્માણ કર્યું છે. અને ગત શિવરાત્રિ પૂર્વે શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. ત્યારબાદ શિવજીની નિત્ય પૂજા દરમિયાન ઉપયોગમાં લેવાતા દૂધ અંગે વારસામાં મળેલ જ્ઞાનના આધારે એવી શાસ્ત્રોક્ત ગાયોની તપાસ કરી અને જે પ્રસિદ્ધ જાતિની ગાયોનો ઉલ્લેખ છે, અને શિવલિંગ પર જેમના દૂધ ચડાવવાનું ખૂબ જ મહાત્મ્ય બતાવ્યું છે.

તેવી કપિલા, કોહલી અને લીલડી નામની ગાયો શોધી કાઢી હતી. આ ત્રણે પ્રજાતિની ગાયનું દૂધ માત્ર શિવલિંગ પર ચડાવવામાં જ ઉપયોગ લેવામા આવે છે. કનુભાઈએ આ ત્રણે ગાયો સાથે સાથે અન્ય ગાયો પણ લાવી ગૌશાળા શરૂ કરી છે. જેમાં ગાયોની સેવા કરે છે.

ગાયોનું જતન એટલે પૂજા
અહી શાસ્ત્રો પ્રસિદ્ધિ ગાયો ઉપરાંત અન્ય ગાયોનો ખુબ જ જતનથી પાળવામાં આવી છે. ગાયોને વાસી રોટલી કે વાસી શાકભાજી જેવા કોઈ ખોરાક આપવામાં આવતું નથી. ગાયો માટેના ઘાસચારા ઉપરાંત અપાતી રોટલી, અને શાકભાજી પણ તાજા આપવામાં આવે છે.

ગલતેશ્વર મહાદેવના દર્શન માટે ઠેર-ઠેરથી ભક્તો આવ્યા
શ્રાવણ માસમાં શિવાલયોમાં સામાન્ય રીતે મોટી સંખ્યામાં આવતા હોય છે. તેમાં પણ હાલ ત્રણ દિવસની રજા હોવાથી મોટી સંખ્યામાં લોકો દર્શન માટે ઉમટ્યા છે. ત્યારે કામરેજ તાલુકાના તાપી નદી કિનારે પ્રસિદ્ધ ગળતેશ્વર મહાદેવના દર્શન માટે દુર દુરથી ભક્તો ઉમટ્યા હતા. અને પરિસર ભક્તોથી છલકાઇ ઉઠ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...