તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉદ્દવહન સિંચાઇ યોજનાનો પ્રતાપ:દર વર્ષે મે મહિનામાં સૂકાઇ જતો ગોડધા ડેમ આ વખતે છલકાઇ ગયો

માંડવી8 દિવસ પહેલા
  • કૉપી લિંક
મે 2021ની તસવીર - Divya Bhaskar
મે 2021ની તસવીર

માંડવી વિસ્તારના ભૂમિપુત્રો તથા પશુપાલકો માટે ખુબ જ ઉપયોગી આમલીડેમના નિચાણવાળા વિસ્તારમાં આવેલા ગોળધા વિયર ડેમ વર્ષોથી મે મહિનામાં જ ખાલીખમ થઈ જતો હતો. ખેડૂતો તથા પશુપાલકોએ પાણી વગર વલખા મારવા પડતા હતાં. પરંતુ આ વર્ષે કાકરાપાર ગોડધા વડ ઉદ્દવહન સિંચાઈ યોજના હેઠળ કાકરાપાર ડેમનું પાણી ગોળધા ડેમમાં નાંખવામાં રોટેશન મુજબ પાણી ચાલુ રાખતા, આખર મે અને જૂનની કાળઝાળ ગરમીમાં પણ ડેમ છલોછલ થઈ રહ્યો છે, અને ગરમીના દિવસોમાં ખેડૂતને સિંચાઈનું પાણી સમયસર રોટેશન મુજબ મળી રહ્યું છે. સિંચાઈનું પાણી મેં અને જુનમાં પણ મળતા ખેતરો લહેરાતા જોવા મળી રહ્યા છે.

મે 2020ની તસવીર
મે 2020ની તસવીર

આ રીતે પહોંચાડાય છે છેવાડાના ખેડૂતોને પાણી
આ યોજનામાં તાપી નદીના કાકરાપાર વિયર પાસે બનાવેલ પ્રથમ પમ્પીંગ સ્ટેશનથી 500 ક્યુસેક્સ પાણી ઉપાડી 10 ફૂટ વ્યાસની એટલે કે ઘરના એક માળની ઉંચાઇ જેટલા વ્યાસની પાઇપલાઇનથી ગોળધા વીયર અને બીજા પમ્પીંગ સ્ટેશનથી આ પાણી કુલ 368 ફૂટ જેટલી ઉંચાઇમાં લિફ્ટ કરી વડગામ સુધીના ગામોમાં પહોંચાડવામાં આવ્યું છે.

માંડવી-માંગરોળના 89 ગામોનો પાણીનો પ્રાણ પ્રશ્ન ઉકેલાયો
માંડવીના સઠવાવ 570 કરોડના ખર્ચે કાકરાપાર ગોળધા-વડ ઉદ્દવહન યોજનામાં માંડવી તાલુકાના 61 ગામોના 20,525 એકર અને માંગરોળ તાલુકાના 28 ગામોના 28,975 એકર વિસ્તાર મળી 89 ગામોના કુલ 49,500 એકર વિસ્તારને વિતરણ વ્યવસ્થા થકી સિંચાઇ માટે પાણી પહોંચાડાય છે. આ યોજનાથી 3 મધ્યમ ડેમ, 2 મોટા તળાવો, 6 કોતરો અને 30 ચેકડેમોમાં પાણી સંગ્રહ કરી સિંચાઈ માટે ઉપયોગ કરાઈ રહ્યું છે.

હવે ખેતરોમાં ગરમીમાં પણ પાક લહેરાવા માંડ્યો
ભૂતકાળામાં છેલ્લા રોટેશન દરમિયાન પાણી ન મળતા ઘણીવાર સંઘર્ષની સ્થિતિ પણ થતી હતી. અનેક વખત પાણીના અભારે આખા વર્ષની મહેનતથી લહેરાતો પાક સૂકાઈ જતાં ખેડૂતોને મોટું નુકસાન વેઠવું પડતું હતું. પરંતુ આ યોજનાથી ગરમીમાં પણ ખેતરો લહેરાતો થયો છે.- સુનિલ ચૌધરી, મંત્રી, સુચિન કિશન પિયત સરકારી સંઘ

સિંચાઈની સમસ્યા ભૂતકાળ બની
30 ગામને ડેમના પાણીનો લાભ3500 હેક્ટર જમીનને મળ્યું પાણી
5200 ખેડૂતોનો સિંચાઇ પ્રશ્નો ઉકેલાયો
અન્ય સમાચારો પણ છે...