ફરિયાદ:‘મંજૂર થયેલું આવાસ કેમ કેન્સલ કરાવ્યું’ કહીને ગોદાવાડીના આધેડને માર મરાયો

માંડવીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માર મારનારા ગોદાવાડી ગામના જ 2 યુવકો સામે પોલીસમાં ફરિયાદ

ગોદાવાડીમાં રહેતા આધેડ ખેતીવાડી સાથે ગ્રામપંચાયતના કામો કરતાં હોય. જેઓ 29મીના રોજ ગામમાં ભજન સંધ્યામાં ગયા હતાં. જ્યાં તેમને ગામના લુહાર ફળિયામાં રહેતા બે ઈસમોને બોલાવી તેમને માર માર્યો હતો. માંડવીના ગોદાવાડી ગામમાં લોકોના પ્રધાનમંત્રી આવાસ સરકારની યોજનાનો લાભ મળે છે.માંડવીના ગોદાવાડી ગામના પારસી ફળિયામાં 29મી એપ્રિલના રોજ રહેતા રાજુ ચૌધરીના ઘરે ભજનના કાર્યક્રમ હોય જે કાર્યક્રમમાં બુધિયા ઢેડિયા ચૌધરી હાજર હતા.

એ સમયે ગામનો એક છોકરો આવી બુધિયા ભાઈને જણાવ્યું હતું કે પ્રદીપ પટેલ (રહે., લુહાર ફળિયું) તથા ચીન્ટુ ધનસુખ પટેલ તમને બહાર બોલાવે છે. જેથી બુધિયાભાઈ બહાર રોડ પર ગયા હતાં. આપણા ગામના રાકેશ ચંદુ પટેલનું આવાસ મંજૂર થયેલ હતું.

તે તમે કેમ કેન્સલ કરાવ્યું છે તેવું જણાવ્યું હતું. બુધિયાભાઈએ જણાવ્યું હતું કે મે કેન્સલ કરાવ્યું નથી. સવારે આપણે વાત કરી લઈશું તેમ કહેતા ઉશ્કેરાઈ ગયેલા બંને યુવાનોએ બુધિયાભાઈને ઢીકામુક્કીનો માર માર્યો હતો. ત્યારબાદ બુધિયાભાઈને છાતી અને પેટમાં દુખાવો થવા લાગ્યો હતો. તેમને 1મેના રોજ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. આ બાબતે ઇજા પામેલા બુધિયા ચૌધરીએ ગામના પ્રદીપ પટેલ તથા સંજય ઉર્ફે ચીન્ટુ પટેલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...