પુલ પાણીમાં ગરકાવ થયો:ભારે વરસાદને પગલે ગોડાથલ પુલ બંધ, રહિશોને ભારે હાલાકી, કહ્યું- દર વર્ષે 35 કિમી ફરીને શિક્ષા મેળવવા અને નોકરીએ જવું પડે છે

બારડોલી2 મહિનો પહેલા
  • મહુવા તાલુકામાં સાંબેલાધાર વરસાદ, અનાવલ નજીક સ્ટેટ હાઈવે પ્રભાવિત
  • સ્થાનિકોમાં ગોડાથલ પુલ ઉંચો કરવાની પણ માંગ ઉઠવા પામી

સુરત જિલ્લાના મહુવા તાલુકામાં સાંબેલાધાર વરસાદ વરસ્યો છે. જેના પગલે અનાવલ નજીક સ્ટેટ હાઈવે પ્રભાવિત થયો હતો. ગોડાથલ પુલ પર પૂર્ણા નદીનાં પાણી ફરી વળતાં ફરી મહુવા-અનાવલ સ્ટેટ હાઈ-વે બંધ કરાયો હતો.

પુલ પર પાણી ફરી વળતાં અનાવલ સ્ટેટ હાઈવે ફરી બંધ કરવાની નોબત આવી
સુરત જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. ત્યારે જિલ્લાના મહુવા તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે બુધવારે મહુવા તાલુકામાં પાંચ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. જેથી પૂર્ણાં અને અંબિકા નદીના પાણી અને સ્થાનિક વરસાદી પાણીથી અનેક ગામોના નદી-નાળાં છલકાયાં હતાં. ત્યારે મહુવા-અનાવલ સ્ટેટ હાઈવે નજીકના ગામડાઓ પણ પ્રભાવિત થયાં હતાં. વહેવલ નજીક ગોડાથલ પુલ પર સિઝનમાં બીજી વખત પાણી ફરી વળ્યાં હતાં. પુલ પર પાણી ફરી વળતાં અનાવલ સ્ટેટ હાઈવે ફરી બંધ કરવાની નોબત આવી હતી અને જી.આર.ડીના જવાનોને બંદોબસ્તમાં ગોઠવી પુલ પાસે બેરીકેટ મૂકી હાઈવે પર વાહનવ્યવહાર બંધ કરાયો હતો.

છેલ્લા ઘણા વર્ષોથી વરસાદી માહોલમાં 35 કિ.મી.નો ફેરાવો ફરીએ છીએ - સ્થાનિક
મહુવા-અનાવલને જોડતા સ્ટેટ હાઇવે પર અનાવલ.નજીક આવેલ ગોડાથલ પુલ પર પાણી ફરી વળતા અનાવલના રહીશોએ ભારે હાલાકી ભોગવવી પડે છે. અનાવલથી મહુવા શિક્ષણ અર્થે તેમજ નોકરી માટે આવતા લોકોએ આંગલધારા, ભીનાર, ઉનાઈ, ડોલવણ થઈ વલવાડા 35 કિ.મીનો ચકરાવો ફરીને આવવાની નોબત આવે છે. ત્યારે સ્થાનિકોમાં ગોડાથલ પુલ ઉંચો કરવાની પણ માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...