તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાતનો પ્રયાસ:પ્રેમી પત્ની સાથે રહેવા આવી જતાં પ્રેમિકાએ ઝેરી પાઉડર પી લીધો, સુરતની મહિલાએ બારડોલીમાં આવી પગલું ભર્યું

બારડોલી6 મહિનો પહેલા
  • કૉપી લિંક

પ્રેમી પત્ની સાથે રહેવા આવી જતાં રોષે ભરાયેલી સુરતની પ્રમિકાએ બારડોલીમાં આવી ઝેરી પાઉડર પી લીધો હતો. બારડોલી સરદાર ચોક પાસે શનિવારે બપોરના સમયે સુરતની 31 વર્ષીય સરલાબેન ધનરાજ નામદેવ કામરેએ જીવજંતુ મારવાનો ઝેરી પાઉડર પી લેતા તેની તબીયત લથડી હતી. જેથી તેને તાત્કાલિક સારવાર માટે લઇ જવામાં આવી હતી.

સરલાબેલ ઘણા સમયથી સંજયભાઈ ધીરૂભાઈ રાઠોડ (રહે. વાંકાનેર તા.બારડોલી) નાઓ સાથે પ્રેમસબંધ હોય, જેઓ બંને છેલ્લા બે એક વર્ષથી ડભોલી સીંગણપોર વાડી ફળીયુ સુરત ખાતે સાથે રહેતા હતા, પરંતુ ગત 5 ફેબ્રુઆરી ના રોજ સંજયભાઈ રાઠોડ અચાનક સરલાબેનને છોડીને વાંકાનેર ગામે તેની પત્નિ પાસે રહેવા આવી ગયો હતો. જેથી સરલાબેને સાથે રહેવા આવી જવા અને પૈસાની માંગણી કરી હતી. પરંતુ સંજયભાઇ રાઠોડ ના પાડી દેતા તેણીને મનમાં લાગી આવતા વાચા પાઉડર પી ગઇ હાવનું પોલીસ જણાવે છે. હાલ તેણી બારડોલીની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

અન્ય સમાચારો પણ છે...