તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધોરણ 10માં માસ પ્રમોશન:હોશિયાર વિદ્યાર્થીઓ નારાજ, એવરેજ તટસ્થ, જ્યારે નબળા ખુશખુશાલ

બારડોલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના કાળમાં સરકારે લીધેલો આ નિર્ણય વિદ્યાર્થીઓની આરોગ્યની દૃષ્ટિએ યોગ્ય જ્યારે કારકિર્દીની દૃષ્ટિએ અયોગ્ય હોવાનો મત

ધો.10ના રેગ્યુલર વિદ્યાર્થીઓના વગર પરિક્ષાએ માસ પ્રમોશન આપવાના રાજ્ય સરકારના નિર્ણયથી હોશિયાર વિદ્યાર્થીઓમાં નારાજગી જ્યારે નબળા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છવાયો છે. બીજી તરફ શાળાના શિક્ષકોના મતે કોરોના મહામારીમાં માસ પ્રમોશનનો નિર્ણયથી હોશિયાર વિદ્યાર્થીઓ માટે નુકશાન કહી શકાય. અત્યારે ભલે પરીક્ષા નહિ લેવાઈ, પાછળથી પણ પરીક્ષા જરૂરી હતી. ખાસ કરીને માસ પ્રમોશનના કારણે ધો.11 માં વિદ્યાર્થીઓને સમાવવા પણ તકલીફ થઈ શકે. જ્યારે સાયન્સ ફેકલ્ટીમાં વિધાર્થીઓને પ્રવેશ આપવા બાબતે પણ મુશ્કેલી થશે એવો ભય વ્યક્ત થઇ રહ્યો છે

હોશિયાર વિદ્યાર્થીઓ માટે સરકારે લીધેલો આ નિર્ણય ખરાબ કહેવાય
માસ પ્રમોશન સારું અને ખરાબ પણ કહેવાય. બે વર્ષથી માસ પ્રમોશન મળ્યું છે. ધો.10 પછીનું કેરિયરને જોઈએ તો, હવે વિદ્યાર્થીઓ મહેનત ઓછી કરતા થઈ જશે. એટલે ગંભીર બનવાનું ભૂલી શકે. જોકે ગુજરાતમાં ઓનલાઈન અભ્યાસની સુવિધામાં લગભગ 75 ટકા જ સારી સુવિધા હશે. જેથી જે વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસની સારી સુવિધા મ‌ળી નથી, તેમની માટે સારું, હોશિયાર વિદ્યાર્થીઓ માટે ખરાબ કહી શકાય. > ક્રિશ રાઠોડ, વિદ્યાર્થી, બારડોલી.

હોશિયાર વિદ્યાર્થીઓને ઘણું નુકસાન થશે
ધોરણ 10 ના માસ પ્રમોશનના નિર્ણયથી હોંશિયાર વિધાર્થીઓને નુકશાન થશે.બીજું કે ધોરણ 10 સુધી અભ્યાસ કરી પછીના કોર્ષમાં એડમિશન લઈ આગળ વધી શકાય, જેથી વધારે નુકશાન આ નિર્ણયથી થશે. એવું મારુ માનવું છે. - રાઠોડ અંકિત, વિદ્યાર્થી

છાત્રોને સંક્રમણથી બચાવવા નિર્ણય લેવાયો
કોરોના કાળમાં સરકારે માસ પ્રમોશનનો વિચારીને નિર્ણય લીધો હશે. હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપે, અને આવા સમયે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થઇ શકે. આવા સંજોગમાં મોતના કિસ્સા થાય ત્યારે મા બાપનું શું ? પરીક્ષા તો હજુ ઘણી આવશે, ત્યારે મહેનત કરી લઈશું. - ઓમ પંડ્યા, વિદ્યાર્થી, બારડોલી

પરિક્ષા પણ ઓનલાઇન લેવી અત્યંત જરૂરી હતી
માસ પ્રમોશનનો વિરોધ નથી પણ, જો અભ્યાસ ઓનલાઇન થયો હોય તો, ધો 10 ની બોર્ડ પરીક્ષા પણ ઓનલાઇન લેવાવી જોઈએ.જેનાથી વ જે આધારે વિદ્યાર્થી આર્ટ્સ,કોમર્સ કે સાયન્સ કઈ ફિલ્ડમાં જશે તે નક્કી કરી શકે. - દેવાંશ લાડ, વિદ્યાર્થી

ધો.10 માટે કરેલી મહેનત વ્યર્થ ગઇ હોવાનું લાગે છે
સરકારના માસ પ્રમોશનના નિર્ણયથી અમારું સાચું મૂલ્યાંકન થતું નથી. ધો.9 માં પણ મહેનત કરી હતી, પરંતુ માસ પ્રમોશન જ મળ્યું હતું, અને ધો 10 હિસાબે મેં મહેનત કરી ઓનલાઈન કલાશ કર્યા, પરંતુ હવે માસ પ્રમોશન મળતા સાચું મૂલ્યાંકન શક્યા નથી. ત્યારે મહેનત કરેલી વ્યર્થ લાગે છે. - કિશન દેસાઈ, વિદ્યાર્થી

અન્ય સમાચારો પણ છે...