=માંડવી તાલુકાના વાઘુનેરા ગામે મોટા પ્રમાણમાં માટી ખનન થઈ રહ્યું હોવાની બાતમી ભૂસ્તર વિભાગને મળી હતી. જે બાતમી આધારે સુતર ભૂસ્તર વિભાગ ચેકિંગ માટે આવતાં વાઘનેરા માટી ખનન કરતાં ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો હતો અને સાધનો મુકી ફરાર થયા હતાં. ભૂસ્તર વિભાગે સ્થળ પરથી એક હાઈવા, જેસીબી મસીન સહિત 40 લાખનો મુદ્દામાલ જપ્ત કરી હતી.
માંડવી તાલુકા સહિત અન્ય વિસ્તારોમાં મોટા પ્રમાણમાં રેતી માટી ખનન પ્રવૃત્તી પૂરજોશમાં ચાલે છે. જે સુરત ભૂસ્તર વિભાગ પોતાની ગાડી લઈને નીકળતાં રેતી માટી માફિયાના ઓટ્સઅપ મેસેજ દ્વારા જાણકારી મળી જતા માફિયાઓ સગેવગે કરી દેતા હોય છે અને ભૂસ્તર શાસ્તરી સ્તળ પર પહોંચે ત્યારે રેતી માટી ખનન પ્રવૃત્તિ બંધ જોવા મળે છે, જે સરકારી તિજોરીને ભારે નુકસાન થાય છે.
પરંતુ માંડવીના વાઘનેરા ગામે મોટા પ્રમાણમાં માટી ખનન પ્રવૃત્તિ ઘણા સમયથી ધમધમતી છે. જે અંગે બાતમી સુરત ભૂસ્તર વિભાગને મળી હતી અને વહેલી સવારે ખાનગી વાહનમાં બેસી રેડ કરતાં અફરાતફરી મચી ગઈ હતી. વાઘનેરા ગામે પરમિટ વગર માટી ભરેલી હાઈવા તથા જેસીબી મશીન કબજે કર્યા હતાં. જેની અંદાજિત રકમ 40 લાખ થાય છે.
સરકારની સંપત્તિ લૂંટાઈ રહી છે
માંડવી તાલુકામાં ખનિજ ચોરીની પ્રવૃત્તી પૂરજોશમાં ચાલી રહી છે. માંડવીના અંતરિયાળ ગામોમાં મોટા પ્રમાણમાં રેતી અને માટી ચોરીનો વેપલો ચાલી રહ્યો છે. જેના કારણે સરકારની સંપત્તિ લૂંટાઈ રહી છે અને સરકારી તિજોરીને નુકસાન થઈ રહ્યું છે. રેતી માટી ખનન પ્રવૃત્તિ થતાં ગામો બલાલતીર્થ, કાકરાપાર, મગતરા, બૌધાન, કોસાડી, ખેડપુર, વાઘનેરા, મોરીઠા, સાલૈયા, ઘંટોલી, અરેઠ વગેરે ગામોમાં ધમધમે છે. જેથી માંડવી ખાતે ભૂસ્તર વિભાગની ઓફિસ શરૂ કરવામાં આવે તો માટી ખનન કરતાં ભૂમાફિયાઓ પર લગામ લગાવી શકાય તેમ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.