સ્વચ્છતા સર્વેક્ષણ:સ્વચ્છતાની પરીક્ષામાં 50% સાથે બારડોલી પાલિકાનો સામાન્ય દેખાવ

બારડોલી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કારણ 1 : પાલિકાનો સુએજ ટ્રિટમેન્ટ પ્લાન્ટ શરૂ ન થવાને કારણે 400 માર્કસ કપાઇ ગયા
  • કારણ 2 :સર્ટિફિકેશન વિભાગના સ્ટાર રેટિંગમાં 1100 માંથી પાલિકાને ઝીરો માર્કસ
  • કારણ 3 :સફાઇ તેમજ વેસ્ટ મટિરિયલના પ્રોસેસિંગ સહિતની બાબતે નબળો દેખાવ

બારડોલી નગરપાલિકા પાસે 16.30 કરોડનો એસટીપી પ્લાન્ટની સુવિધા હોવા છતાં, ગંદુ પાણીને ટ્રીટમેન્ટ કરવા પાઇપ લાઈનની સુવિધાના અભાવે સ્વચ્છતા સર્વેક્ષણ 2021માં બ વિભાગની 4 રાજ્યોની ભાગ લીધેલ પાલિકાઓમાં વેસ્ટ ઝોનમાં 64મો નંબર આવ્યો છે. જ્યારે સ્ટેટ લેવલે 4થો નંબર આવ્યો છે. કુલ 6000 માંથી 2990.50 ગુણ મળ્યા છે.

પાલિકાનો ગત વર્ષ 5મો નંબર આવ્યો હતો. જેની સરખામણીમાં સ્ટેટમાં ભલે એક રેંક આગળ છે. પરંતુ ગત વર્ષે સ્ટેટમાં 33 પાલિકા હતી, જ્યારે 2021માં માત્ર 13 પાલિકા હોવા છતાં 4થો નંબર આવ્યો છે. એસટીપી પ્લાન્ટ કાર્યરત નહિ થવાથી રેટિંગમાં 400 માર્કસ કપાઈ ગયા છે. જ્યારે સર્ટિફિકેશનમાં સ્ટાર રેટિંગમાં 1100 માંથી શૂન્ય માર્ક્સ મળ્યા છે. નગરમાં લેગલી વેસ્ટ, વેસ્ટ મટિરિયલનું પ્રોસેસિંગ, જાહેર શૌચાલયની સફાય, કચરાનું સંપૂર્ણ સેગ્રીગેશન સહિતની યોગ્ય કામગીરી પણ નંબરના ક્રમમાં પાલિકા અન્ય કરતા પાછળ રહી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

પાઈપલાઈનના વાંકે 16.30 કરોડનો એસટીપી પ્લાન્ટ બેકાર
નગરના ગંદા પાણીના પ્રોસેગિંગ માટે બારડોલી પાલિકા 16.30 કરોડના એસટીપી પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. હાલ આ પ્લાન્ટ સંપૂર્ણ તૈયાર છે પરંતુ નગરનું ગંદુ પાણી પ્લાન્ટ સુધી પહોંચાડી શકે તેવી યોગ્ય પાઇપ લાઇન ન હોવાને કારણે પ્લાન્ટ હજી સુધી કાર્યરત થઇ નથી. જેને કારણે માર્કસ કપાતા બારડોલી પાલિકા સર્વેક્ષણમાં અન્ય કરતા પાછળ રહી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

સ્વચ્છતા સર્વેક્ષણના ગુણનું ધારાધોરણ
ત્રણ વિભાગમાં વહેંચાયેલા સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ વિભાગ એસ.એલ.પી.(સર્વિસ લેવલ પ્રોસેસ) હોય છે. જેના 2400 ગુણ હોય છે. જ્યારે બીજો વિભાગ સર્ટિફિકેશન હોય છે, જેના બે વિભાગ પડે છે. ઓડીએફના 700 (ઓડીએફમાં ODFના 200 ગુણ, ODF પ્લસ 300 ગુણ,અને ODF ડબલ પ્લસના 700 ગુણ) અને સ્ટાર રેટિંગના 1100 ગુણ (1 સ્ટારના 200 ગુણ, 2 સ્ટારના 500 ગુણ, 3 સ્ટારના 500 ગુણ અને 5 સ્ટારના 1100 ગુણ) મળી કુલ 1800 ગુણ હોય છે. ત્રીજો વિભાગ સીટીઝન વોઇઝ છે, જેના 1800 ગુણ હોય છે. આમ કુલ 6000 ગુણમાંથી તબક્કાવાર નક્કી કરેલ ટીમ સર્વે કરી, બાદ ગુણ આપી નંબર આપવામાં આવે છે.

3 વિભાગમાં આ કામગીરીને આધારે મૂલ્યાંકન
1 એસેલપી વિભાગમાં સફાઈની કામગીરીઓથી લઈ, તમામ કામગીરીના ડોક્યુમેન્ટને ધ્યાનમાં લેવામાં આવે છે.
2 સર્ટિફિકેશન વિભાગમાં લેગાસીસ વેસ્ટ, કચરાનું પ્રોસેસિંગ, સેગ્રીગેશન, ડોર ટુ ડોર કચરા કલેક્શન, વેસ્ટ મટીરીયલ પ્રોસેસિંગ, જાહેર રસ્તાઓ સફાઈ, જાહેર શૌચાલયોની સફાઈ, બ્યુટીફીકેશન, બાગબગીચાની સફાઈ સહિતની કામગીરીનું સર્વે કરવામાં આવતો હોય છે. જેમાં એસટીપી પ્લાન્ટ હોવો જોઈએ અને ચાલુ કન્ડિશનમાં હોવું જરૂરી છે. જ્યારે સ્ટાર રેટિંગનો સર્વેના ધારાધોરણ ખુબજ કઠિન હોય છે. હોય છે. જેથી મહત્તમ પાલિકાઓને સ્ટાર મળતા નથી.
3 સીટીઝન વોઇસ વિભાગમાં સફાઈ કામગીરી બાબતે સર્વેની ટીમ ડોર ટુ ડોર કચરા કલેક્શન સહિત, સફાઈ બાબતે ટેલિફોનિક રિવ્યુ આધારે ગુણ મળે છે.

પ્રદર્શન સુધારવા આયોજન કરાયું છે
સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તૈયાર હોય, નગરનું ગંદુ પાણીને ટ્રીટમેન્ટ માટે પહોંચાડવા બને એટલી વહેલી નવી લાઈન કરવાની કામગીરી કરાશે. કચરાનું 4 પ્રકારે સંપૂર્ણ સેગ્રીગેશન કરવા માટેની તૈયારીઓ, નગરમાં ગટર લાઈનો તેમજ ખાડીને સંપૂર્ણ બોક્સ કલવર્ટ કરી બંધ કરવા પર ધ્યાન અપાશે. > રાજેશ ભટ્ટ, સેનેટરી ઇન્સ્પેકટર, નગરપાલિકા બારડોલી

વેસ્ટ ઝોનમાં આ વખતે 33ની જગ્યાએ હરીફાઈમાં માત્ર 13 પાલિકા છતાં રેકિંગમાં 1નો જ સુધારો

વર્ષ 2018
વેસ્ટ ઝોન - 489 (876 પાલિકામાંથી)
સ્ટેટ ઝોન - 13 (137 પાલિકામાંથી)

વર્ષ 2019
વેસ્ટ ઝોન - 277 (1002 પાલિકામાંથી)
સ્ટેટ ઝોન - 27 (140 પાલિકામાંથી)

વર્ષ 2020
વેસ્ટ ઝોન - 35 (139 પાલિકામાંથી)
સ્ટેટ ઝોન - 05 (33 પાલિકામાંથી)

વર્ષ 2021
વેસ્ટ ઝોન - 64 (132 પાલિકામાંથી)
સ્ટેટ ઝોન - 04 (13 પાલિકામાંથી)

અન્ય સમાચારો પણ છે...