તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તન-મન ખૂશ:બારડોલીમાં બાગ બગીચા તૈયાર, પરંતુ ખોલવા બાબતે પાલિકાની તૈયારી નહીં

બારડોલી5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુરત અને તાપી જિલ્લામાં સરકારી ગાઈડલાઈન મુજબ આજથી મંદિરો, બાગબગીચા અને જીમ ખુલશે
  • નગરમાં 3 બાગ અને 1 રિવરફન્ટ ખોલવામાં પાલિકા જ અવઢવમાં, ગલતેશ્વર મંદિર ખુલશે

રાજ્ય સરકારે કોરોના મહામારીમાં બંધ થશે બાગ બગીચા સવારથી સાંજ સુધી ખુલ્લા રાખવાની ગાઈડ લાઈન નક્કી કરી છે, છતાં બારડોલી નગરપાલિકા હજુ પણ અવઢળમાં છે. બગીચાઓ સફાઈ કરી તૈયાર છે, પરંતુ પાલિકાના જવાબદાર અધિકારીઓ ખોલવા તૈયાર ન હોવાની જણાવે છે. બારડોલી નગરમાં કોરોનામાં બાગો ખુલી શક્યા નથી.

હાલ સરકારે શુક્રવાથી બાગ બગીચાની ઢીલ આપી છે, પરંતુ બારડોલી નગરપાલિકામાં આવેલ 3 બાગ અને 1 રિવરફન્ટ ખોલવામાં તૈયાર નથી. હજુ સૂચના મળી ન હોવાનું જણાવી અવઢળ અનુભવી રહ્યા છે. ગાંધીરોડ પરનો બાગ, ભુવનેશ્વરી સોસાયટીનો બાગ, સુરતી જકાતનાકાનો બાગ અને રામજી મંદિર નજીક મીંઢોળા નદીનો રિવરફન્ટની સફાઇ કરવામાં આવી છે, પરંતુ ખોલવા બાબતે ચીફ ઓફિસર કોમલ ધીનૈયાએ હજુ નિર્ણય લીધો નથી. નગરજનોએ બાગ ખોલવાની વાટ જોવી રહી.

ગેટ પર સેનેટાઈઝ થઈ મંદિરમાં માસ્ક સાથે પ્રવેશ કરી માત્ર દર્શન કરવા દેવાશે
​​​​​​​
ગલતેશ્વર વિકાસ મંડળ ટ્રસ્ટના મંત્રી અશેષભાઇના જણાવ્યા અનુસાર આજથી મંદિર માત્ર દર્શન કરવા માટે ખુલ્લુ મુકાશે. મંદિરમાં માસ્ક વગર કોઇને પ્રવેશ અપાશેે નહીં. ગેટ પર સેનેટાઈઝ થઈ મંદિરમાં માસ્ક સાથે પ્રવેશ કરાવામાં આવશે, તેમજ દર્શન દરમિયાન પણ સોશિયલ ડિસ્ટન્સન જાળવવામાં આવશે. તેમજ બેઠક વ્યવસ્થા અને ભોજનાલય પણ બંધ રાખવામાં આવી છે.

બારડોલીમાં પુસ્તકાલયની સફાઇ કરવામાં આવી
બારડોલીમાં તાલુકા સરકારી પુસ્તકાલય 1800 સભ્યો ધરાવે છે. જેમાં 17000 પુસ્તકોનો ખજાનો છે. પુસ્તકોના ખજાનામાંથી જ્ઞાન લેવા આવનાર પુસ્તકપ્રેમીઓ માટે શુક્રવારથી પચાસ ટકા બેઠક સાથે છૂટ મળતા સફાઈ કરવામાં આવી હતી.

હજુ આ બાબતે કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી
સેનેટરી ઇન્સ્પેકટર રાજેશ ભટ્ટના જણાવ્યા મુજબ બાગની જાળવણી માટે સફાઈ કામ સમયસર કરવામાં આવતું હોવાથી, ચાલુ કરવાની સૂચના મળતા ખોલી દેવામાં આવશે. હજુ આ બાબતે કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...