તંત્રએ ધારણ કર્યું મૌન:બારડોલીમાં ગણેશજીની પ્રતિમાઓ દરિયાની જગ્યાએ તળાવમાં વિસર્જિત કરાઈ; તંત્રના પ્રતિમાઓ વિસર્જન કરવાના નિર્ણય સામે અનેક સવાલો

બારડોલી16 દિવસ પહેલા

ગતરોજ ગણેશવિસર્જન સમયે બારડોલીમાં વહીવટી તંત્ર દ્વારા વિસર્જન પ્રક્રિયા પૂર્ણ કરાવાઈ હતી. અનેકવાર મિટિંગ બાદ વહીવટીતંત્ર નિર્ણય બદલી બદલીને અંતે નગરની પ્રતિમાઓને ટ્રક મારફતે દરિયામાં વિસર્જિત કરવાનું નક્કી કરાયું હતું. પરંતુ વિસર્જનને 1 દિવસ બાદ પણ આ મૂર્તિઓ દરિયામાં જ વિસર્જિત થઈ કે કેમ એ બાબતે તંત્ર ફોર પાડવા માટે તૈયાર નથી.

ગણેશ વિસર્જનની પ્રક્રિયાને લઈને સુરત જિલ્લાનું બારડોલી દર વર્ષે કોઈને કોઈ રીતે ચર્ચામાં રહે છે. શરૂઆતથી વહીવટીતંત્રની કામગીરીએ અનેક વિવાદ ઉભા કર્યા હતા. વારંવાર મિટિંગો કરવી અને નિર્ણયો બદલવાએ વહીવટીતંત્રની નીતિ આ વખતે પણ જોવા મળી હતી. અંતિમ મિટિંગમાં નગરની પ્રતિમાઓનું ટ્રકમાં એકત્રિત કરીને દરિયામાં મૂર્તિ વિસર્જિત કરવાનું તંત્ર દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું. ગતરોજ વિસર્જન બાદ તમામ ગણેશ મંડળો પોતપોતાના ગણપતિને લઈને વિસર્જન યાત્રામાં જોડાયા હતા. ભક્તિભાવ સાથે વિસર્જન યાત્રામાં સૌ જોડાઈ જોડાઇને અંતે તલાવડી નજીક આંબેડકર સર્કલ પાસે વહીવટીતંત્રએ મુકેલ ટ્રકોમાં ગણપતિની મૂર્તિઓ એક ટ્રકમાં એકત્રિક કરવામાં આવી હતી. ગણેશ મંડળોને તો એમ હતું કે, આ મૂર્તિઓ દરિયામાં જ જશે પરંતુ એક વીડિયો સામે આવ્યો જેમાં ગણેશ મંડળની મૂર્તિઓ તળાવમાં અથવા તો નદીઓમાં વિસર્જિત થતી હોવાનું જોવા મળ્યું હતું.

વહીવટીતંત્ર દ્વારા મૂર્તિઓ દરિયામાં જ લઈ જવાઈ હોય તો વીસર્જન યાત્રાની આ મૂર્તિઓ નદી અથવા તળાવ પર પહોંચી કઈ રીતે. સમગ્ર બાબતની સત્યતા ચકાસવા બારડોલીના એક અધિકારીને પૂછવામાં આવતા અધિકારીએ ઉડાઉ જવાબ આપતા તંત્રની કામગીરી અંગે શંકા ઉભી થઈ હતી. અને જો તંત્રને છુપી રીતે મૂર્તિઓ નદી અથવા તળાવમાં જ વિસર્જિત કરવી હતી તો પહેલેથી જ નદીમાં વિસર્જિત કરે. વિસર્જનને લઈને થયેલો વહીવટીતંત્રને લાખોનો ખર્ચ અને પ્રજાના નાણાનો દૂર વ્યયના થયો હોત. વારંવાર પ્રાંત અધિકારીને પૂછવામાં આવતા તમામ મૂર્તિઓ ક્યાં વિસર્જિત કરાય અને કેટલી મૂર્તિઓ વિસર્જિત કરાઈ? એ બાબતે કોઈ ચોક્કસ જવાબ પ્રાંત અધિકારી આપી શક્યા ન હતા. અને બારડોલી વાસીઓ પણ એ જ પ્રશ્ન પૂછી રહ્યા છે કે, વહીવટી તંત્ર દ્વારા અમારી મૂર્તિઓનું વિસર્જન કર્યું ક્યાં ? શું ટ્રકોમાં ગણપતિની મૂર્તિઓ દરિયા સુધી લઈ જવાઈ કે કેમ? અને જો લઇ જવાઈ હોય તો મીડિયાને પ્રાંત અધિકારી માહિતી કેમ નથી આપી શકતા એ પ્રશ્ન પણ અહીં ઉપસ્થિત થાય છે.

અન્ય સમાચારો પણ છે...