રજૂઆત:માંડવીના 70 ગામોની ફાળવેલી ગ્રાન્ટની મંજૂરી ન મળતા ગાંધીનગર રજૂઆત

માંડવી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેબિનેટ મંત્રી નરેશ પટેલએ ટૂંક સમયમાં સમસ્યાનો નિકાલ કરવાની ખાતરી આપી

માંડવી તાલુકા પંચાયતમાં સમાવિષ્ટ 70 ગામોને 14 કરોડથી વધુ ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી હતી પરંતુ આ અંગે વહીવટી મંજૂરી ન મળતા તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ પ્રવિણભાઈ ચૌધરી અને સરપંચ એસોસિયેશનના પ્રમુખ કમલેશભાઈ ચૌધરીના આગેવાનીમાં પ્રતિનિધિ મંડળે ગાંધીનગરના દ્વાર ખટખટાવ્યા છે માંડવી તાલુકાની 70 ગ્રામ પંચાયત માટે આદર્શ ગામ અંતર્ગત યોજનાની 14 કરોડથી વધુની રકમ ફાળવવામાં આવી હતી. તેથી તેની સમયમર્યાદા થવા છતાં વહીવટી મંજૂરી ન મળતા માંડવી તાલુકા પંચાયતના ચૂંટાયેલા અગ્રણીઓ તથા સરપંચ અને અગ્રણીઓની ટીમ પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવાને મળી હતી.

એમણે યોગ્ય માર્ગદર્શન સાથે સરકારમાં ભલામણ કરી હતી. ત્યારબાદ આદિજાતિ વહીવટ અને અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા કેબિનેટ મંત્રી નરેશભાઇ પટેલને રૂબરૂ મળી માંડવી તાલુકાની ગ્રામ પંચાયતોની મૂંઝવણ અંગે રજૂઆતો કરતાં કેબિનેટ મંત્રીએ ટૂંક સમયમાં સમસ્યાનો નિકાલ કરવાની ખાતરી આપી હતી તથા આદર્શ ગામ માટે મંજૂર થયેલ રકમની વહીવટી મંજૂરી માટે દિલ્હી સુધી રજૂઆત કરી માંડવીના ગામડાઓને ઉત્થાન માટે મંત્રીએ બતાવેલ પ્રોત્સાહક વલણ અંગે માંડવીના આગેવાનોએ પણ સંતોષ વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...