ભત્રીજી સાથે જ દુષ્કર્મ:બારડોલીમાં સગા ફુવાએ માતા-પિતાને ફોસલાવી ભત્રીજીને હું ભણાવીશ કહીં ઘરે લઈ ગયો; 7 મહિના બાદ સગીરા ગર્ભવતી

બારડોલી15 દિવસ પહેલા

આજે દુષ્કર્મની દિવસેને દિવસે બનતી ઘટના લોકોને હચમચાવી રહી છે. આપણો દેશ જાણે દુષ્કર્મીઓના ચંગુલમાં ફસાઈ ગયો હોય તેમ આપણી બહેન, દીકરી, કે આપણી માં એકલા બહાર નીકળવામાં હચકચાટ અનુભવે છે. ત્યાં આજે બારડોલીનો એક એવો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં આપણી દીકરીઓ ઘરમાં પણ સુરક્ષીત નથી. બારડોલીના એક ગામના સગા ફૂવાએ પોતાની જ 16 વર્ષની ભત્રીજી સાથે મરજી વિરૂદ્ધનું કૃત્ય આચર્યું હતું, જેનો 7 મહિના બાદ ભાંડો ફૂટતાં સગીરા 7 મહિનાની....

1 વર્ષ સુધી સગીરા સાથે દુષ્કર્મ આચર્યું
1 વર્ષ સુધી સગીરા સાથે દુષ્કર્મ આચર્યું

ફૂવા પોતાની ભત્રીજીને આગળ ભણાવવા સાથે લઈ ગયા
ઘટના બાબતે પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ, બારડોલી તાલુકાના એક ગામે રહેતા 4 લોકોનો પરિવાર જેમાં પતિ-પત્ની પોતે અને તેમના બે બાળકો છે. જેમાં તે પરિવાર મજૂરી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. જ્યાં તેમની સૌથી મોટી 16 વર્ષની દીકરી ગામમાં ફક્ત 5 ધોરણ સુધીની શાળા હોવાથી 5 ધોરણ સુધી જ ભણી હતી અને ત્યારબાદ પોતાના માતા-પિતા સાથે મજૂરી કામ કરી તેના માતા-પિતાને ગુજરાન ચલાવવામાં સહાય કરતી હતી. જે દરમિયાન સગીરાના ફૂવા-ફોઈને જાણ થતાં કે સગીરાને ભણવું છે, પરંતુ ગામમાં 5 ધોરણ સુધીની શાળા હોવાથી ભણી શક્તી નથી. માટે તેઓએ સગીરાને આગળ ભણાવવા માટે પોતાની સાથે તેમના ગામે લઈ ગયા હતા. જ્યાં સગીરા ભણવાની સાથે મજૂરી કામ કરી ફૂવા-ફોઈને ઘર ચલાવવા મદદ પણ કરતી હતી અને તેના ફૂવા-ફોઈ સાથે તેમના જ ઘરે રહેતી.

સગીરા 7 મહિનાથી ગર્ભવતી હોવાની જાણ થતાં ભાંડો ફૂટ્યો
સગીરા 7 મહિનાથી ગર્ભવતી હોવાની જાણ થતાં ભાંડો ફૂટ્યો

સગીરા 7 મહિનાથી ગર્ભવતી હોવાની જાણ થતાં...
આશરે ત્રણક મહિના પહેલા સગીરાના ફૂવા અચાનક તેની ભત્રીજીને તેના ઘરે મુકીને પોતાના ઘરે પરત ફરી ગયા હતા. ત્યારબાદ બીજા દિવસે સગીરાને અચાનક પેટમાં દુખાવો ઉપડતાં તેણીએ તેની મમ્મીને જણાવ્યું હતું. જેથી સગીરાની માંએ દીકરીને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જતાં. ફરજ પરના ડોક્ટરે સગીરા 7 મહિનાથી ગર્ભવતી હોવાનું જણાવતા માતાના પગ નીચેથી જમીન ખસ્કી પડી હતી. ત્યારબાદ તેઓએ ઘરે આવ્યા બાદ સગીરાના પિતાને બધી વાત કરી હતી.

સગીરાને આગળ હું ભણાવીશ કહીંને આરોપી પોતાની સાથે લઈ ગયો હતો
સગીરાને આગળ હું ભણાવીશ કહીંને આરોપી પોતાની સાથે લઈ ગયો હતો

1 વર્ષ સુધી લંપટ ફૂવો સગીરા સાથે દુષ્કર્મ આચર્તો રહ્યો
માતાએ ઘરે પરત ફરી સગીરા સાથે આ બાબતે વાતચીત કરતાં તેણે જણાવ્યું હતું કે, 1 વર્ષ પહેલા જ્યારે ફૂવા મને પોતાની સાથે તેમના ઘરે ભણાવવા માટે લઈ ગયા હતા. ત્યારે રોજ જ્યારે ઘરે કોઈના હોય ત્યારે અને રાતના સમયે બધા સુઈ ગયા હોય તે પછી મારા જોડે બળજબરીપૂર્વક મરજી વિરૂદ્ઘનું કૃત્ય કરતાં હતાં. મેં તેમને ઘણીવાર ના પાડી છતાં તેઓ મને જાનથી મારી નાખવાની ધમકી આપીને મારી સાથે દુષ્કર્મ આચર્તા હતાં. તેમજ હું ફુવા પાસે ગામની સીમમાં લાકડા લેવા જતી ત્યારે પણ તેઓ મારી સાથે મારી મરજી વિરૂદ્ધ શારીરિક સંબધ બાંધતા અને મને જણાવતા હતા કે, આ વાત કોઈને કહીશ તો તને જાનથી મારી નાખીશ. જેથી હું ગભરાઈને આ વાત કોઈને કહી શક્તી ન હતી.

16 વર્ષની સગીરા સગા ફૂવાના હેવાનિયતનો શિકાર બની
16 વર્ષની સગીરા સગા ફૂવાના હેવાનિયતનો શિકાર બની

પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી
આ વાતની જાણ સગીરાએ તેની માતાને કરતાં માતાએ તાત્કાલિક પોતાની દીકરી સાથે પોલીસ સ્ટેશનમાં જઈને સગીરાના સગા ફુવા વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ કરી હતી. સમગ્ર મામલે બારડોલી CPI જે.એ બ્રહ્મભટ્ટે તપાસ આરંભી લંપટ ફુવાની અટક કરી છે. અને તબીબી પરીક્ષણ કરાવવાની તજવીજ હાથ ધરી છે. તેમજ ઈ.પી.કો કલમ-376(2)એફ, 376(2)એન, 376(3), 506(2)ની ધારા મુજબ તપાસ હાથ ધરવામાં આવી છે.

પોલીસે આરોપીને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી
પોલીસે આરોપીને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી
અન્ય સમાચારો પણ છે...