તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:યુપીથી પ્રેમી સાથે બાળક લઈ ભાગેલી પરિણીતાને પ્રેમી કડોદરા મૂકી ફરાર થયો, કડોદરા પોલીસે પતિ સાથે સુખદ મિલન કરાવ્યું

બારડોલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગત 6 જૂન 2021 રોજ ઉત્તરપ્રદેશના કાનપુર જિલ્લાના છત્તરપુર થાના વિસ્તારમાં શ્રીરાજપુરના રહેવાસી દિવ્યા (નામ બદલ્યું છે) નામની પરણિતા પોતાનું બાળક લઈ પિયર જાવ છું એમ કહી પ્રેમી સાથે સુરત ભાગી આવી હતી પિયરમાં પરણીતા નહિ પહોંચતા પતિએ સંબધિત નજીકના પોલીસ મથકના ગુમ જાણવા જોગ ફરિયાદ દાખલ કરી હતી સુરત જિલ્લા ગ્રામ્ય 2007 થી આજદિન સુધી ગુમ તેમજ અપહરણ રહેલા બાળકો તેમજ વ્યક્તિને શોધવા માટેની ડ્રાઈવનું આયોજન કર્યું હતું જે અનુસંધાનમાં પોલિસ ઇન્સપેક્ટર કે.જે.ધડુક નાઓની સૂચનાથી પો.સ.ઇ.કે.કે.સુરતી.તેમજ ASI સંજય શર્મા સહિતનો પોલિસ સ્ટાફ કડોદરા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા

જે દરમિયાન કડોદરા નીલમ હોટલની સામે એક સ્ત્રી એક બાળક સાથે અસમંજસની સ્થિતીમાં ઉંભેલ હતી. જે જોઈ તેઓની પાસે જઈ સહાનુભૂતિથી પૂછપરછ કરતા તેને પોતાનું નામ જણાવ્યું હતું અને તેના બાળકનું નામ જણાવ્યું હતું. વિગત વાર પૂછપરછ કરતા તેણે તેનો પ્રેમી કે જેની સાથે ઉત્તરપ્રદેશથી ભાગી અહીં આવી હતી તે પ્રેમી જ અહીં નધણીયાતી હાલતમાં છોડી જતો રહેતા નીલમ હોટલ પાસે ઉભી હોવાનું જણાવ્યું હતું જેથી પરણીતાં પાસે તેના પતિ અને પરણીતાંના માતાનો સમ્પર્ક કરી કડોદરા બોલાવી સુખદ મિલન કરાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...