તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:આજથી બારડોલીની 5 શાળામાં ધો. 12નું પ્રત્યક્ષ શિક્ષણ શરૂ

બારડોલી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જોકે, હાલ શાળાએ ન જવા ઇચ્છતા વિદ્યાર્થીઓ પૂર્વવત ઓનલાઇન શિક્ષણ લઇ શકશે

કોરોના સંક્રમણ ઘટતાં આજથી ધોરણ 12નું પ્રત્યક્ષ વર્ગમાં શિક્ષણ કાર્ય શરૂ થનાર છે. જેમાં શાળા સંચાલકોએ કોવિડની ગાઈડ લાઈનનું પાલન કરાવવું પડશે. બારડોલીની શાળાઓમાં પણ પ્રત્યક્ષ શિક્ષણ ચાલુ કરવામાં આવશે સાથે વિદ્યાર્થીઓએ વાલીનું સંમતીપત્ર જરૂર લાવવાનું રહેશે.

કોરોનાનું સંક્રમણ કાબૂમાં આવતાં આજથી ધોરણ 12નું ઓફલાઈન શિક્ષણ શરૂ થશે.બારડોલી નગરમાં આવેલ પાંચ શાળાઓમાં ધોરણ 12નું પ્રત્યક્ષ શિક્ષણ કાર્યનો આરંભ થશે. ધોરણ 12ના શિક્ષણકાર્યને લઈને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે પરિપત્ર જાહેર કર્યો છે. જે પરિપત્ર અનુસાર ઓફલાઈન શિક્ષણ કાર્યમાં હાજરી આપવી વિદ્યાર્થીઓ માટે મરજીયાત રહેશે. એટલુ જ નહી જે વિદ્યાર્થીઓ સ્વેચ્છાએ ઓફલાઈન શિક્ષણકાર્યમાં જોડાવા ન ઈચ્છતા હોય તેવા વિદ્યાર્થીઓને અગાઉની જેમ ઓનલાઈન શિક્ષણ આપવાનું યથાવત રહેશે.વર્ગખંડોમાં હાજર રહેવા માટે વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી સંમતિ પક્ષ મેળવવાનું રહેશે. વર્ગ ખંડોમાં 50 ટકાની ક્ષમતામાં જ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવશે. અને વર્ગખંડોમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે પર્યાપ્ત અંતર પણ રાખવાનું રહેશે.

શાળામાં આ ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલક કરવાનું રહેશે

  • શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી મરજીયાત રહેશે.
  • 50 ટકા ક્ષમતા સાથે વિદ્યાર્થીઓને શાળામાં બોલાવી શકાશે.
  • શાળાએ ન આવે તે વિદ્યાર્થી માટે ઓનલાઈન શિક્ષણની વ્યવસ્થા કરવી.
  • ઓફલાઈન અથવા પ્રત્યક્ષ શિક્ષણ માટે વાલીની સહી સાથે સંમતિપત્રક
  • સામાજિક અંતરનું પાલન જરૂરી, વર્ગખંડને સમયાંતરે સેનેટાઈઝ કરવાના
  • હેન્ડ વોશિંગ પોઈન્ટ રાખવા, સ્ટાફે માસ્ક પહેરવું ફરજિયાત
અન્ય સમાચારો પણ છે...