કોચિંગ કોર્સ શરૂ:SC/STના યુવકોને સ્પર્ધાત્મક પરીક્ષા માટે નિ:શુલ્ક તાલીમ

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

SC/ST રાષ્ટ્રીય આજીવિકા સેવા કેન્દ્ર-સુરત દ્વારા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના યુવાનોની રોજગારક્ષમતા વધારવા અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સક્ષમ બનાવવાના હેતુથી તા.1/7/2022થી નિ:શુલ્ક તાલીમ કાર્યક્રમ, એક વર્ષનો ઓ-લેવલ કમ્પ્યુટર સોફ્ટવેર, હાર્ડવેર અને 11 મહિનાનો વિશેષ કોચિંગ કોર્સ શરૂ કરવામાં આવશે.

તાલીમ મેળવવા ઈચ્છુક વિદ્યાર્થીઓનું રોજગાર કચેરીમાં નામ નોંધાયેલું હોવું જોઈએ. ઉમેદવાર 12 પાસ હોવો જરૂરી છે, અને તેની વયમર્યાદા તા.1/7/2022 ના રોજ 18 થી 30 વર્ષ અને વિશેષ અભ્યાસક્રમો માટે 18 થી 27 વર્ષ હોવી જોઈએ. તાલીમ કેન્દ્રમાં ઉમેદવારને નિયમ અનુસાર રૂ.1000 રૂપિયાની શિષ્યવૃત્તિ અને વિનામૂલ્યે પુસ્તક સહાય મળશે.

ઉમેદવારોની પસંદગી મેરીટ/લેખિત કસોટી/ઈન્ટરવ્યુના આધારે કરવામાં આવશે. સુરત જિલ્લાના ઈચ્છુક ઉમેદવારો સુરત રોજગાર કચેરીનો અને અન્ય જિલ્લાના રહેવાસી હોય તેઓ નજીકની રોજગાર કચેરીનો સંપર્ક કરી અરજી કરી શકશે. જેની છેલ્લી તા.15/06/2022 હોવાનુ યાદીમાં જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...