તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રોત્સાહન:રમતમાં રાષ્ટ્રીય કક્ષાએ પહોંચનારને મફત શિક્ષણ

માંડવીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ધી માંડવી હાઈસ્કૂલ છેલ્લા 130 વર્ષથી અંતરિયાળ વિસ્તારોના બાળકોના ભણતર સાથે ઘડતર સાથેના સર્વાંગી વિકાસ માટે શિક્ષણની સુવિધા ઊભી કરી રહ્યું છે. સાથે સાથે જરૂરિયાત મંદો કે વિશિસ્ટ કૌશલ્ય કરતાં વિધ્યાર્થીઓને પ્રત્સાહન આપવા સાથેની સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. હાલમાં રાષ્ટ્રીય કક્ષાએ ગયેલા ત્રણ આદિવાસી બાળકોને મફત શિક્ષણ સાથે પ્રવેશ આપી શિક્ષણ જગતમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

કોરોના કાળમાં હાલ જાહેર થયેલા બોર્ડના પરિણામ પછી પ્રવેશ પ્રક્રિયા શરૂ થતાં માંડવી હાઈસ્કૂલમાં પણ પ્રવેશ કાર્ય પૂર જોશમાં ચાલી રહ્યું છે પરંતુ શાળાના મેનેજમેન્ટના માર્ગદર્શન હેઠળ શાળાના ઇન્ચાર્જ આચાર્ય શૈલેશભાઈ પટેલ સહિતનો સ્ટાફ પ્રવેશ લેવા આવતા બાળકો જાણે પરિવારના જ સભ્યો હોય એ રીતે પરિચય કેળવે છે.

તાપી જિલ્લાના અંતરિયાળ વિસ્તારનો વિદ્યાર્થી પ્રકાશભાઈ ગામિત (ઘૂસરગામ તા. સોનગઢ) પ્રવેશ લેવા આવ્યા એમની સાથે ચર્ચામાં શારીરિક શિક્ષણના શિક્ષિકા જશોદાબેનને ધ્યાનમાં આવ્યું કે પ્રકાશભાઈ ગામિત અત્યાર સુધીમાં 9 વાર રાષ્ટ્રીય કક્ષા સુધી ખી-ખોની રમતમાં પહોંચ્યો હતો, જે અંગે ઇન્ચાર્જ આચાર્ય શૈલેશભાઈ પટેલે મેનેજમેન્ટને જાણ કરી બાળકને મફત શિક્ષણ આપવાનું નક્કી કર્યું હતું.

આ ઉપરાંત અન્ય બે વિદ્યાર્થી શમુએલ અશોકભાઇ ગામિત તથા અમેશભાઈ દીવાનજીભાઇ ગામિત પણ રમત ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાએ પહોંચેલા હોય એમને પણ મફત શિક્ષણ સાથે શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.શાળાની પહેલ વિદ્યાર્થી માટે અેક નવી જ આશા લઇને આવી છે.

વિદ્યાર્થીની કારકિર્દીના ઘડતરમાં આશીર્વાદરૂપ બનશે
ધી. માંડવી એજ્યુકેશન સોસાયટીના હોદ્દેદારો દ્વારા અગાઉ સૈનિક પરિવારના સંતાનો તથા કોરોનામાં માતા-પિતાને ગુમાવનાર સંતાનોને પ્રવેશ અપાયો છે. આ વર્ષે રાષ્ટ્રીય કક્ષાએ પહોંચનાર વિદ્યાર્થીઓને મફત શિક્ષણ ઉપરાંતની સહાય સાથે પ્રવેશ અપાયો છે. બાળકો માટે શાળા સંચાલક મંડળના પ્રોત્સાહનના પ્રયાસો બાળકોની કારકિર્દીના ઘડતરમાં આશીર્વાદરૂપ બનશે. > શૈલેશભાઈ પટેલ, આચાર્ય

અન્ય સમાચારો પણ છે...