તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેતરપિંડી:USમાં રહેતાં બનેવીના નામે મેસેજ કરી વૃદ્ધ સાથે 3 લાખની છેતરપિંડી

બારડોલી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બારડોલીના વૃદ્ધના ખાતામાંથી નાંણા ટ્રાન્સફર કરાવાયા

બારડોલી નગરના 72 વર્ષીય વૃધ્ધને અમેરિકા રહેતા બનેવીના નામે વોટ્સએપ મેસેજ કરી અજાણ્યા યુવક દ્વારા નાણા ટ્રાન્સફર કરાવી લેવાયા હતા.

બારડોલીની શાસ્ત્રીરોડ પર આવેલ રામબાગમાં સૌરભ સોસાયટીમાં રહેતા 72 વર્ષીય શરદભાઈ નાનુભાઈ પટેલના ફોન પર તા. 24મી ડિસેમ્બરની રાત્રે નવ વાગ્યે અમેરિકા રહેતા બનેવી રમણભાઇ જગાભાઈ પટેલ (મુ.ગાંગપુર તા.પલસાણા) નો ફોન આવ્યો હતો. પરંતુ વાત થઈ ન હતી. ત્યારબાદ આજ નંબર પરથી વોટ્સએપ મેસેજ આવેલ કે, ત્રણ ચાર દિવસના વાયદે 3 લાખની જરૂર હોવાનું જણાવી, રૂપિયા ટ્રાન્સફર કરી આપવા જણાવેલ. ત્યારબાદ તા. 28મી ડિસેમ્બરે એકસીસ બેંકનો એકાઉન્ટ નંબર મોકલવી મેસેજ કરેલ કે 2 લાખ રૂપિયા જમા કરાવો. જેથી આર.ટી.જી.એસ. થી 2 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી આપ્યા હતા. ત્યારબાદ 29મી ડિસેમ્બરે ફરી બનેવીના નામે મોબાઈલ પર મેસેજ આવેલ જેમાં આઇસીઆઇસીઆઇ બેંકનું એકાઉન્ટ નંબર મોકલી 1 લાખ રૂપિયા જમા કરાવી આપવા જણાવતા, ફરી આર.ટી.જી.એસ. કરી ટ્રાન્સફર કરી આપ્યા હતા. ત્યારબાદ બનેવીનો બે ત્રણ દિવસ સુધી કોઈ મેસેજ કે ફોન આવ્યો ન હતો.

જેથી શરદભાઈએ બનેવીના દીકરા સાથે વાત કરી હતી, જેમાં રૂપિયા ટ્રાન્સફર કરી આપવા સહિતની વાત કરતાં, આવો કોઈ ફોન કે મેસેજ કર્યો ન હોવાનું જણાવ્યું હતું. કોઈ અજાણ્યા ઇસમે વૃદ્ધના બનેવીના નામે મોબાઈલ પર મેસેજ કરી 3 લાખ રૂપિયા કઢાવી લઈ વિશ્વાસઘાત અને છેતરપિંડી કરતા આખર બારડોલી પોલીસમાં શરદભાઈ પટેલે અજાણ્યા ઇસમ સામે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો