કોર્ટનો હુકમ:લાકડના સપાટા મારી યુવકને મોતને ઘાટ ઉતારનારા ચારને આજીવન કેદ

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માંડવીના ઉમરસાડી ગામે વર્ષ 2015માં હત્યા કરાઇ હતી
  • બારડોલી સેશન્સ કોર્ટમાં ચાલી રહેલા કેસમાં ચુકાદો

માંડવી તાલુકા ઉમરસાડી ગામે શંકાના આધારે 4 ઇસમોએ 17/05/2015 આ રોજ લાકડાના સપાટા મારી એક યુવકની હત્યા કરી હતી. જે ગુના બાબતે બારડોલી સેસન્સ કોર્ટે ચારે આરોપીઓને આજીવન કેદ તથા 5 હજાર રૂપિયાના દંડની સજા ફટકારી છે. ઉમરસડી ગામે 17 મે 2015 ના રોજ બપોરના સમયે અમિતભાઈ નાનુંભાઈ ચૌધરી, આશીષભાઇ ઉર્ફે મોન્ટુ રામસિંગભાઈ ચૌધરી, કૌશિકભાઈ ઠાકોરભાઈ ચૌધરી, નીતિનભાઇ સુકાભાઈ ચૌધરી એક સંપ થઈ ગેરકાયદે મંડળી રચી લાકડાના સપાટા લઈ મુકેશભાઈ સોનજીભાઇ ચૌધરી પર વહેમ રાખી માર મારતા ગંભીર ઇજા પહોંચાડી હત્યા કરી હતી. જે બાબતે માંડવી પોલીસે ચાર ઇસમો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો હતો.

ગંભીર ગુના બાબતે નામદાર કોર્ટમાં એ.પી.પી નિલેશ.એચ. પટેલની દલીલોને ધ્યાને લઈ બારડોલી એડિશનલ ડિસ્ટ્રીક એન્ડ જજ સાહેબ બી.જી ગોલાણીએ અમીતભાઈ નાનુભાઈ ચૌધરી, આશીષભાઇ ઉર્ફે મોન્ટુ રામસિંગભાઈ ચૌધરી, કૌશિકભાઈ ઠાકોરભાઈ ચૌધરી, નીતિનભાઇ સુકાભાઈ ચૌધરીને તકસીરવાર ઠરાવી આજીવન કેદની સજા તથા 5000 નો દંડ કરવામાં આવ્યો છે. જો આરોપીઓ દંડની રકમ ન ભરે તો વધુ 6 માસની સાદી કેદનો હુકમ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...